________________
શ્રાદ્ધ ગુણ વિવરણ વળી “હળ, યાન, ગલી, અરઘટ, યંત્ર, કાંટાળુ, વૃક્ષ, પાંચ જાતનાં ઉંબર વૃક્ષ અને દુધવાળાં વૃક્ષ એ સર્વેનાં કાષ્ટ ઘર બંધાવનાર ગૃહસ્થ ત્યાગ કરવો જોઈએ. બીજોરી, કેળ, દાડિમ, જબીર, દેહલિદ્ધ, આંબલી, બાવળ, બોરડી અને ધંતૂરાના કષ્ટને પણ ત્યાગ કરે. ઉપર જણાવેલા વૃક્ષોનાં મૂળિયાં પડેશને લીધે જેના ઘરમાં ગયાં હોય, અને તેમની છાયા જેના ઘર ઉપર પડતી હોય તેના કુળને નાશ થાય છે. પાષાણમય સ્તંભ, પાટડા, છત, બારસાખ અને ઉત્તરંગ એ સર્વ ગૃહસ્થને હાનિ કારક છે, પણ ધર્મ સ્થાનમાં તે સુખ આપનાર છે. પાષાણમય પ્રાસાદ કે ઘરમાં કાષ્ટના ખંભાદિકને અને કાષ્ટમય પ્રાસાદ કે ઘરમાં પાષાણના તંભાદિકને ગૃહ
એ પ્રયત્નથી ત્યાગ કરે જઈએ. દેવમંદિર, કૂપ, વાપિકા, સ્મશાન, મઠ, અને રાજમંદિરના પાષાણ, ઈટ અને કાષ્ટ ગૃહાથે બાંધકામમાં સરસવમાત્ર પણ લેવાં યોગ્ય નથી. ગળાકાર, ખુણારહિત, સાંકડું, એક બે કે ત્રણ ખૂણાવાળું અને દક્ષિણ તથા વામ બાજુ દીર્ઘ હેય એવા ઘરમાં વાસ કરવા યોગ્ય નથી. જે ઘરનાં દ્વાર આ પિ આપ બંધ થાય છે, અને ઉઘડે છે તે અશુભ ગણાય છે; અને ઘરનાં મૂળ દ્વારમાં ચિત્ર તથા કળશ આદિની વિશેષ શોભા કરવી તે શુભ ગણાય છે. જોગણીનાં નાટક, ભારત, રામાયણ, રાજાનાં યુદ્ધ, રષિચરિત્ર અને દેવચરિત્રનાં ચિત્ર ઘર ઉપર ચિતરવાં એગ્ય નથી. ફળયુક્ત વૃક્ષ, પુષ્પ, વેલડી, સરસવતી, નવનિધાન યુક્ત લકમી, કળશ, વધામણું અને સ્વપ્નની શ્રેણિ એ મકાન ઊપર ચિતર્યા હોય તે તે શુભ ગણાય છે. મકાન પુર્વ તરફ ઉન્નત હેાયત દ્રવ્યની હાનિ કરનાર, દક્ષિણ તરફ ઊતહેયતે દ્રવ્યની સમૃદ્ધિ કરનાર, પશ્ચિમ તરફ ઊન્નત હોય તે વૃદ્ધિ કરનાર અને ઉત્તર તરફ ઉન્નત હોય તે વસ્તીને નાશ કરનાર થાય છે. નગર કે ગામના ઈશાનાદિક કેણમાં ઘર બાંધવું નહીં, કારણ કે તે સત્પરૂને માટે અશુભ ગણાય છે. પણ અંત્યજ જાતિને માટે તે ઋદ્ધિ કરનાર થાય છે. ”
વળી ઘરમાં લક્ષમીની વૃદ્ધિ કરવાને ઉપાય આ પ્રમાણે છે –
“જે ઘરમાં વેધાદિક દેષ ન હોય, સઘળે કાટમાલ ન હોય, ઘણાં દ્વાર ન હોય, ધાન્યને સંગ્રહ હય, જ્યાં દેવતા પૂજાતા હેય, આદર પૂર્વક ઉત્સવ થતા હોય, રક્ત વર્ણની યવનિકા હાય, સારી રીતે ઘરને કચરે દૂર થતું હોય, મેટા નાના વિગેરેની સારી વ્યવસ્થા હેય, સૂર્યનાં કિરણે પ્રવેશ ન કરતા હોય, દીપક બળ હાય, રેગીનું પાલન થતું હોય અને શ્રમ પામેલાની ચાકરી થતી હોય તેવા ઘરમાં લયમી વાસ કરે છે.” - ઘરની વ્યવસ્થા નીચે જણાવ્યા પ્રમાણે હેવી જોઈએ. તેને માટે વિવેક વિલાસમાં કહ્યું છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org