________________
સપ્તમ ગુણ વર્ણન.
"पूर्वस्यां श्रीगृहं कार्य-माग्नेय्यां च महानसम् । शयनं दक्षिणस्यां तु, नैऋत्यामायुधादिकम् ॥३॥ नुजिक्रिया पश्चिमायां, वायव्यां धान्यसङ्गहः॥ नत्तरस्यां जलस्थान-मीशान्यां देवतागृहम् ॥४॥"
इति विवेकविलासे ॥ શબ્દાર્થ “લક્ષ્મીનું સ્થાન પૂર્વ દિશામાં રડું અગ્નિ કેણમાં, શયન દક્ષિણ દિશામાં, શસ્ત્રાદિકનૈઋત્ય કેણુમાં, ભેજન ક્રિયા પશ્ચિમ દિશામાં, ધાન્ય સંગ્રહ વાયવ્ય કેણમાં, જળનું સ્થાન ઉત્તર દિશામાં અને દેવમંદિર ઈશાણ કણમાં કરવું ૩-૪
વળી સ્થાન કેવા પ્રકારનું હોવું જોઈએ. તે સ્પષ્ટ રીતે દર્શાવે છે.
અતિ પ્રગટ અને અતિ ગુપ્ત સ્થાનને નિષેધ હોવાને લીધે સ્થાન અતિ પ્રગટ અને અતિ ગુપ્ત ન હોવું જોઈએ. તેમાં અતિ પ્રગટ હોય તે નિચે સમીપમાં બીજા ઘર ન હોવાને લીધે અને ચારે તરફ ખુલ્લું હોવાને લીધે ચેરાદિકથી પરાભવ થાય, અને અતિ ગુપ્ત હોય તે ચારે તરફના બીજા મકાનેથી ઘેરાએલું હોવાને લીધે શેભાને પામતું નથી, અને અગ્નિ વિગેરેના ઉપદ્રવ વખતે મકાનમાં મુશ્કેલીથી પિસી કે નિકળી શકાય છે.
વળી મકાન કેવા સ્થાનમાં હોવું જોઈએ તે બતાવે છે.
“સુરારિ –જ્યાં સુદર શીળ વિગેરેથી અલંકૃત પાડોશી વસતા હોય તેવા સ્થાનમાં મકાન હોવું જોઈએ. જે ખરાબ શીળ [ આચાર] વાળ પાડોશી હે તે ખરેખર તેમના આલાપ સાંભળવાથી અને ચેષ્ટા વિગેરે જેવાથી સગુણી પુરૂષના પણ ગુણની હાની આપો આપ થઈ જાય છે. ઉત્તમ સાધુના ઉપાશ્રયની પાસે રહેલા હાથીને સાધુના દર્શનથી દયાના પરિણામ થયા હતા, અને પાછળથી સૂકરીના રહેઠાણ પાસે કરેલી હસ્તીશાળામાં રહેવાથી તે જ હાથી દયા રહિત થયે હતે, વળી ગાયો ચરાવનાર સંગમને સારા પાડેશીને વેગ મળવાથી તે પરલેકમાં શાલિભદ્રપણે ઊસન્ન થયે હતે.
આગમમાં નિષેધ કરેલા દુષ્ટ પાડોશીઓ તે આ પ્રમાણે છે. "खरिया तिरकरवजोणी, तानायरसमणमाहणसुसाणा । वग्गुरियवाहगुम्मिय, हरिएसु पुलिन्दमाचंधा ॥५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org