________________
ચતુર્થ તરંગ.
૯૩
તે પ્રાસાદમાં પ્રતિષ્ઠા વખતે સુવર્ણના કળશને ધારણ કરી સુવર્ણ ના તિલકને કપાળમાં ધારણ કરી સૌભાગ્યવતી સ્ત્રીઓ સહિત એકસો ને આઠ બ્રહ્મચારી શ્રાવકા પ્રભુનુ સ્નાત્ર કરતા હતા. મંત્રીએ તે સર્વેની વચનથી કહી ન શકાય તેવી ઉત્તમ ભક્તિ કરી. અન્યથા પણ બ્રહ્મચારી સ થા પૂજ્ય છે, તેા પછી આવા પ્રકારનું કાર્ય કર
નારા પૂજ્ય હોય તેમાં થતું આશ્ચય ? તેમજ સર્પ લોકો મસ્તકને
ધુણાવે એવું શ્રેષ્ઠ સાધર્મિક વાત્સલ્ય કર્યું, તથા મનને આશ્ચ ઉત્પન્ન કરે એવાં વસ્ત્રોવડે સગચ્છની પુજા કરી, સર્વાં શ્રાવકાને પહેરામણી પહેરાવી, અને ચેારાશી હજાર દેદીપ્યમાન સુવર્ણના વેઢ આપ્યા. વિસ્તાર પામેલી કીર્તિવાળા તે મ ંત્રીએ દારિદ્રવ્યરૂપી શિલાને છેદવાના જાણે ટાંકણાં હાય એવા પાંચ લાખ ટંક ( રૂપીયા ) ને ખર્ચો કરીને હૃદયને ચારનારા ( મનને હરણ કરનારા ) મહેાત્સવ કર્યાં. જે શ્રાવકે આકાશના સ્પર્શ કરતા એવા તે ચૈત્યના શિખરપર આરૂઢ થઇ નિ`યપણે કળશ, દંડ અને ધ્વજા એ ત્રણની પ્રતિષ્ઠા કરી, તેને તે મંત્રીએ પાંચે આંગના વસ્ત્રો, હાથમાં એ સુવર્ણની સાંકળી અને ઘણું ધન આપ્યુ, તથા બીજા શેઠીયાઓએ તેને વીંટી વિગેરે આપ્યુ, રાજાના તે અશ્વપાળે વસ્રો વિગેરેવર્ડસવા લાખ રૂપીયા પામીને શ્રીવીર ભગવાનની હંમેશાં પૂજા કરવાનું વ્રત ગ્રહણ કર્યું. જો ભાવ વિના પણ જિનેશ્વરની ભક્તિ આવા ફળને આપનારી છે, તેા પછી ભાવથી પૂજા કરનારને અનતફળ પ્રાપ્ત થાય તેમાં શું કહેવું ?
આ પ્રમાણે પૃથ્વીરૂપી સ્ત્રીના અલંકારમાં શેખરરૂપ અને ધનના દાનવડે સમગ્ર મત્રીઓને વિષે ચક્રવતી એવા તે પેથડ મંત્રીશ્વરે જેમ વસંત ઋતુ લતાને પુષ્પના ગુચ્છાવડે ધૃતા કરે તેમ અત્યંત શ્વેત લક્ષ્મીરૂપી લતાને ચૈત્યરૂપી પુષ્પના ગુચ્છાવડે કૃતાર્થા કરી.
KE
૧૨
0.00
પેથડે કરાવેલા ચારાથી ચૈત્યાના સ્થાનાદિકના વર્ણનવાળા આ ચેાથેા તરગ સમાપ્ત થયા.
wada.
30
Jain Education International
10
For Private & Personal Use Only
***
www.jainelibrary.org