________________
'
ચતુર્થ તરંગ.
૭૧
કિલ્લાને પાડી નંખાવ્યું. પછી બન્ને બાજુ પગથીયાની શ્રેણી જોડી (કરી) અખંડ ભાગ્યના સ્થાનરૂપ અને સાહસને ધારણ કરનાર તે પિથડે ઈંડું ચડાવી કિલ્લાને ફરીથી સજજ તૈયાર કર્યો. સાહસિક પુરૂષને કાર્યની સિદ્ધિ થાય છે, કાયર પુરૂષને થતી નથી. નેત્ર ભીરૂ હોય છે તેથી તે કાજળને પામે છે અને કર્ણ ધીર છે તેથી તે સુવર્ણ (કુંડળ) ને પામે છે. કહ્યું છે કે
“ (મહા દુર્ગમ એવી) લંકા નગરી જીતવી છે, સમુદ્રને ચરણથી તરે છે, રાવણ જેવો શત્રુ છે, અને રણસંગ્રામમાં વાંદરાએ જ સહાયભૂત છે, તો પણ રામે યુદ્ધમાં સમગ્ર રાક્ષસ કુળનો નાશ કર્યો. તેથી જણાય છે કે મહાપુરૂષોના સત્ત્વમાં જ ક્રિયાની સિદ્ધિ રહી છે, પણ બાહ્ય સહાય વિગેરે ઉપકરણમાં કાર્યની સિદ્ધિ રહી નથી.”
તે ચૈત્યમાં સ્થાપન કરવા માટે તે મંત્રીએ ચંદ્ર જેવી કાંતિવાળા આરસના પથ્થરની વ્યાશી આંગળની શ્રી વીર પ્રભુની પ્રતિમા કરાવી. તે ચૈત્યમાં રહેલી પુતળીઓને જોઈને ઘણું લેકે એમ માનવા લાગ્યા કે “અમે પરલોકમાં આવી સ્ત્રીઓની પ્રાપ્તિનું કારણભૂત તપ કરીએ. નિપુણતાની કતરણ (કારીગરી) વડે સંપૂર્ણ (અથવા નિપુણતાવડે યુક્ત સંપૂર્ણ) વસ્તુઓના આકાર તે પ્રાસાદમાં રહેલા હતા, તેથી તે પ્રાસાદ ત્રણ જગતની સૃષ્ટિ બનાવવામાં વિધાતાને બિંબના ખજાનારૂપ થયા હતા. હું ધારું છું કે તે પ્રાસાદ રમણીય છતાં પણ વિરામ પામીને પૃથ્વી થકી આકાશમાં જતો નથી, તેનું કારણ ગાઢ જળે તેના પાદ (પાયા) ગ્રહણ કર્યા (પકડયા) છે એજ છે. સર્વ સુવર્ણન ખર્ચ થાય એવા મેટા ઉત્સવ પૂર્વક તે મંત્રીએ પ્રાસાદ, પ્રતિમા, સુવર્ણકળશ, સુવર્ણદંડ, અને વજા એ સર્વની એકી સાથે પ્રતિષ્ઠા કરી. જે વખતે પ્રતિષ્ઠા થતી હતી તે વખતે લાખે શેઠીયાઓની સભા વચ્ચે માધવ નામના બંદીએ એક ઉત્તમ શ્લોક આવા અર્થવાળે કહ્યો–“હે મંત્રીશ્વર ! નાગકુમારીઓએ સંગીતમાં ગાયેલે તમારા પુણ્યને સમૂહ સાંભળીને શેષનાગ જે હમણું પિતાનું મસ્તક ધુણાવે તે આ પૃથ્વી અવશ્ય પડી જાય; પરંતુ તમે કરાવેલા પર્વતથી પણ મેટા આ જિનચૈત્ય૧ જડ પુરૂષ જેમ કેઇના પગ પકડી રાખે તેમ એ અર્થ પણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org