________________
ચતુર્થ તરંગ
મેટું લાંબું પૂંછડું પાણી સાથે અથડાવાથી અને તે પુંછડાથી ઉછળતા આ ડેળા પાણીથી મારા સ્વામીને વેષ જરા પણ ખરાબ ન થાઓ, એવી શંકાના વશથી તે અશ્વ પાણીમાં પિઠે નહીં. કેમકે કુલીન પ્રાણીઓ કોઈપણ વખત પોતાના સ્વામીને પ્રતિકૂળ થતા નથી.” તે સાંભળી રાજા અત્યંત ખુશી થયે. પછી રાજાની આજ્ઞાથી તે અશ્વને સર્વદા સુવર્ણના અલંકારે પહેરાવવામાં આવતાં, ઉત્તમ ખાવાનું આપવામાં આવતું, હમેશાં ત્રણ વાર ધૂપ ઉખેવવાપૂર્વક તેની આરતિ ઉતારવામાં આવતી હતી, અને માથે ચંદરવા બાંધેલા એકાંત થાનમાં તેને સુખ ઉપજે એવી રીતે બાંધવામાં આવતું હતું. આ પ્રમાણે પરાક્રમી તે અશ્વ, રાજાને દેવની જે માન્ય થયે. પાણીરૂપી શત્રુના સૈન્યાદિકથી પ્રાપ્ત થતી આપત્તિરૂપી નદીમાં વહાણ સમાન અને વેગવડે વાયુ સમાન એવા તે અશ્વનું રાજાએ કષ્ટભંજન નામ આપ્યું.
આ રીતે વિનયગુણને લીધે તે અશ્વ પશુ છતાં પણ આદર સહિત પૂજાને પાપે, તેથી તે બીજા ભવ્યજને ! તમે પણ પાપનેકષ્ટને નાશ કરનાર આ વિનયને વિષે જ યત્ન કરે. વિનયથી વિદ્યા, ધન, માન, યશ અને સુખ પ્રાપ્ત થાય છે. ઘણું કહેવાથી શું? વિનય જ આ ભવ અને પરભવને વિષે શુભ ફળને આપનાર છે.
આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવા તે અશ્વને આશય જાણવાથી સંતુષ્ટ થયેલા રાજાએ હેમાદિ પ્રધાનને ઈચ્છિત વરદાન માગવાનું કહ્યું, ત્યારે અવસર જાણીને મંત્રીએ કહ્યું કે-“હે દેવ ! આ આપનું વચન વૃદ્ધ પુરૂષને દૂધ પાવા જેવું થયું છે, કેમકે મારે પહેલાં પણ આપની પાસે કાંઈક એક બાબત માગવાની ઇચ્છા હતી જ, તેમાં આજે આપે આ પ્રમાણે વરદાન માગવાને આદેશ કર્યો, તે હે. ઉદાર દાતાર ! સાંભળો–મારે એક બંધુ આ નગરીમાં એક મનહર ચૈત્ય કરાવવા ઈચ્છે છે, તેથી તેને માટે મનવાંછિત સ્થાનમાં તેટલી વિશાળ જગ્યા આપ આપે.” તે સાંભળી રાજાએ કહ્યું—હે
૧ વૃદ્ધને દૂધ પીવાની ઇચ્છા હોય જ છે, તેમાં તેને કોઈ દૂધ આપે -પાય, તેવું તમારું આ વચન પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org