________________
સુકૃતસાગર યાને માંડવગઢનો મહામંત્રીશ્વર.
ઉદ્યાનમાં ઉત્તમ ઘેડાઓની શ્રેણિને બાંધી ત્યાં ઉતર્યા. તેમને આવેલા સાંભળી રાજા શ્રેષ્ઠ અ% ખરીદ કરવા માટે ત્યાં ગયે, અને તેણે પ્રધાનને કહ્યું કે–“હે મંત્રી ! કહે ! આ બધા અશ્વેમાં કયે અશ્વ આપણે ગ્રહણ કરશું ?” ત્યારે શાલિહોત્રે રચેલા-કહેલા અશ્વનાં લક્ષણો જાણવામાં નિપુણ એવા પ્રધાને સર્વ અને જેઈ એક જતિવંત અશ્વ રાજાને દેખાશે. તે અશ્વનું સર્વ દેવ જેવું હતું, તેના શરીર ઉપર દશ આવર્તે હતા, તેને ગંધ માલતીના પુષ્પ જેવ હતે, તેના કાન નાના હતા, સ્નિગ્ધ (ચકચકિત) રેમની શ્રેણિવડે તેની કાંતિ શ્યામ હતી, તેની પીઠ પહેલી હતી, વક્ષસ્થળ મેટું હતું, તેના શરીરને પાછળના ભાગ તથા બને પડખાને ભાગ પુષ્ટ હતે, તથા તેને હેષારવ ગંભીર અને મેટ હતા. આવા સંપૂર્ણ લક્ષણવાળો તે અશ્વ રાજાના હર્ષને માટે થયે-રાજાને પસંદ પડ્યો. તેથી તેની ગતિ વિગેરેવડે પરીક્ષા કરી સર્વ લક્ષણ સહિત એવા તે અશ્વને સાઠ હજાર રૂપિયે ખરીદ કરી તેને લઈ રાજા પોતાને ઘેર ગયે.
એકદા રાજા તે અશ્વપર આરૂઢ થઈ પ્રધાન અને થોડા પરિવાર સહિત બીજે ગામ જવા નીકળ્યો. ત્યાં જતાં માગમાં વચ્ચે કાદવવાળા તાજા પાણીના પૂરને પ્રવાહ આવ્યું. તે જોઈ તે જાતિવંત અશ્વ રાજાએ ઘણું બળથી હાંક તે પણ તે પાણીમાં ચાલે નહીં, ત્યારે રાજાએ ખેદ પામી ચાબકવડે તેને ઘણું તાડન કર્યું. તે પણ તે અશ્વ ચાલ્યું નહીં. તે જોઈ પ્રધાને વિચાર કર્યો કે –“આ જાતિવંત અશ્વ પાણીમાં કેમ ડરે છે ? ” ઇત્યાદિ વિચાર કરતા બુદ્ધિમાનને વિષે અગ્રેસર એવા તે મંત્રીએ તેનું કારણ જાણી લીધું, એટલે તેણે રાજાને નિવારીને કહ્યું કે “ હે દેવ ! તેના પુછડાને તેના પેટની સાથે બાંધી લે એટલે તે શીધ્રપણે આ પ્રવાહને ઓળંગશે. ? તે સાંભળી રાજાએ તે પ્રમાણે કર્યું, એટલે તે અશ્વ તત્કાળ ઉડીને સામે પાર ગયે અને બીજા સર્વ અ પાણીમાં થઈને બહાર સામે કાંઠે નીકળ્યા. કેમકે તે અને તે જાતિવંત અશ્વ જેવા નહતા. પછી રાજા તે ગામ જઈ કાર્ય કરી પાછું વળે, ત્યારે પણ તે જ રીતે તે અશ્વ ઉડીને આવ્યા. તે વખતે રાજાના પૂછવાથી ઉત્કૃષ્ટ બુદ્ધિવાળા પ્રધાને કહ્યું કે-“મારૂં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org