SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ તરંગ. પછી હેમાદિએ પેથડને કહ્યું કે તમે મારા નામની આવી ઉત્તમ દાનશાળા માંડી છે, તેનું શું કારણ છે, તે પ્રસન્ન થઈને (કૃપા કરીને) મને કહે. જો કે તમારા ઉપકારના અનુણપણાને હું પામી શકું તેમ નથી, તે પણ મારે ઉચિત કાર્ય બતાવીને મને આનંદ આપ.” આ પ્રમાણે અતિ આગ્રહથી પ્રધાને પૂછયું, ત્યારે પૃથ્વીધર બોલ્યો કે–“હે મંત્રીશ્વર ! જે વિલંબ વિના કાર્યની સિદ્ધિ થાય તેમ હોય તો હું કહું. હેમાદિએ કહ્યું—“વધારે તે શું કહું? તમે છેલું કાર્ય માટે ધનવડે, બળવડે અને આ શરીરવડે પણ અવશ્ય કરવાનું છે.” દેદપુત્ર પેથડ બે કે—“જે એમ છે તે તમે મને દેવગિરિ નગરીને મધ્યે જિનચૈત્યને લાયક મેટી પૃથ્વી આપ.” તે સાંભળી બ્રાહ્મણની ઉદ્ધતાઈને લીધે આ કાર્ય દુષ્કર હતું એમ જાણતા છતાં પણ પેથડના મેટા ઉપકારથી ભારવાળો થયેલ હોવાથી તે પ્રધાને તે કાર્ય અંગીકાર કર્યું. ત્યારપછી તે બન્ને પરિવાર સહિત દેવગિરિ નગરીમાં ગયા. ત્યાં હેમાદિએ તે મંત્રીશ્વરને મનોહર હવે લીમાં ઉતારે આવે. “પિતે જ ચૈત્યની ભૂમિ માટે રાજાને વિનંતિ કરીશ. આ બાબત તમારે કાંઈપણ ચિંતા કરવાની નથી” એમ પૃથ્વધરને કહી તે હેમાદિ પિતાને ઘેર આવ્યું. અવસરને જતો તે હેમાદિ રાજાનું પડખું મૂકતો નહોતો. કેમકે વિના અવસરે કરેલું કાર્ય સારૂં થતું નથી. કહ્યું છે કે " गेयं नाटयं रमा रामा, भूषा भक्तं पयः सिता। વડનવસરે સર્વ, પ્રીતિવીધ પર્ણતા” || ૨ !” * ગાયન, નૃત્ય, લક્ષ્મી, સ્ત્રી, અલંકાર, ભજન, જળ અથવા દૂધ અને સાકર વિગેરે સર્વ પદાર્થો અવસર વિના પ્રસન્નતારૂપી લતાને વિષે કુહાડારૂપ થાય છે. ” " प्रस्तावे भाषितं वाक्यं, प्रस्तावे शस्त्रमङ्गिनाम । प्रस्तावे वृष्टिरल्पाऽपि, भवेत् कोटिफलप्रदा ॥ ३ ॥" અવસરે કહેલું વચન, અવસરે વાપરેલું શસ્ત્ર અને અવસરે થયેલી ડી પણ વષ્ટિ પ્રાણીઓને કરોડગણું ફળ આપનાર થાય છે. ” આ અવસરે તે નગરીમાં ઘેડાને વેચનારા પુરૂષે આવ્યા, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy