________________
સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર.
કર્યું છે. જેઓ પેતાના ગુરૂની ખબર, પ્રશંસા કે નામ સાંભળીને પણ હર્ષથી મેટું ઈનામ આપે છે, તે પુરૂષને ધન્ય છે. આ કારણથી જ ગુરૂ અને માતાપિતાને દીપકરૂપ અને વહાણરૂપ કહ્યા છે, તેમના અનૃણપણામાં ઉપકારને બદલે વાળવામાં આવા પ્રકાર વિના બીજે કેઈ ઉપાય નથી. તેથી હું તમને આજે વધામણું આપું છું કે – તમારા મોટા પુણ્યથી આકર્ષણ કરાયેલા શ્રીધર્મ શેષનામના સૂરિ મહારાજ અહીં પધારવાના છે.” આ પ્રમાણે કાનને રસાયણ સમાન અકસ્માત્ ગુરૂનું આગમન સાંભળીને તે પ્રધાને તેને દાંતને સ્થાને હીરા સહિત સુવર્ણની જિહા ઈનામમાં આપી. તથા પાંચે અંગનાં વસ્ત્રો, અશ્વ અને સમૃદ્ધિવાળું એક ગામ આપ્યું. ત્યારપછી તે તત્કાળ સામંતાદિકની સાથે ઉભે થયે, અને પિતાના માણસોને ઘણું આશ્ચર્યવાળી પ્રવેશ મહોત્સવની તૈયારી કરવાનું કહી પિતે રાજા પાસે ગયે. પ્રધાને રાજાને શ્રીગુરૂના આગમનને ઉત્સવ કરવાનું કહ્યું, એટલે રાજાએ પણ તેને છત્ર, ચામર અને વાજિંત્રાદિક સર્વ સામગ્રી આપી. પછી ચામરે, પટ્ટફળ (વસ્ત્ર ), તેમાં સ્થાપન કરેલા મુક્તાફળાદિક, સુવર્ણનાં કાળાં, થાળે, દર્પણે, અરિસાઓ, કેળના તંભ. કેતકીનાં પુષ્પ અને કમળે આ વિગેરે સર્વ વસ્તુઓ વડે આખા નગરમાં કુલ ત્રણસેને ત્રેસઠ તેણે સારી રીતે બંધાવ્યા.
તરફ બાંધેલી લક્ષ્મીના મૂળ સમાન રેશમી વસ્ત્રની ધ્વજાઓ જાણે કે દૂરથી લેકને આ મહોત્સવ જોવાને બોલાવતી હોય તેમ વાયુથી ફરતી હતી. જાણે કે સમય વિનાન સંધ્યાનાં વાદળાં હોય એવા પાંચે વર્ણ (રંગ) વાળાં વસ્ત્રોવડે દુકાનના માર્ગો બે પ્રકારે સારી
છાયાવાળા કરવામાં આવ્યા. મનુષ્યએ વાસીદુ વાળીને સાફ કરેલા માર્ગોમાં નાસિકાની સુગંધને પ્રેરનાર ચંદનમિશ્ર જળની વૃષ્ટિ છાંટવામાં આવી, ઘણું શું કહેવું ? લહમીથી (શેભાથી) વ્યાપ્ત છે નગરને જોઈ તે વખતે જેનાર લેકે સ્વર્ગની નગરી આકાશમાં આલંગ બન વિના રહેવાને અશક્ત હોવાથી અહીં પૃથ્વી પર ઉતરી છે એમ તર્ક કરવા લાગ્યા. ત્યારપછી શુભ દિવસે પ્રધાને સર્વ જનના ચિત્તને
૧ તે રહેતે હતો તેજ. ૨ ચંદરવા. ૩ કાંતિ ( શોભા ) વાળા નથી છાયાવાળા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org