________________
ચતુર્થાં તરંગ
૫
ચમત્કાર કરનાર અને સંઘની પૂજાદિકવડે શ્લાઘા કરવા લાયક શ્રીગુરૂના પ્રવેશ મહેાત્સવ કરાવ્યા. તે વખતે તે ઉત્સવમાં લાખા રાજાર્દિક મનુષ્યા એકઠા થયા હતા, અશ્વપર ચડાવેલા વાગતા વાજિંત્રાના મોટા શબ્દો થતા હતા, મનુષ્યાને ર ંજન કરનાર નકીએ ઉત્તમ નૃત્ય કરતી હતી. બંદીજનોની કરેલી મરૂદાવળીવડે શ્રેષ્ઠ પુરૂષો રામાંચિત થતા હતા, વિવિધ પ્રકારના મહેલાથી મેટામેટા વધામણાં આપતાં હતાં, તથા લક્ષ્મીને કરનાર શ્રીકરી, છત્ર અને ચામર વિગેરેવડે તેના મેાટા આડંબર દેખાતા હતા. આ ઉત્સવમાં તે પ્રધાને અહેાંતેર હજાર જુના નાણાંના વ્યય કર્યા હતા. પછી ગુરૂ પાસે આવી તે કૃતન પેથડે કહ્યું કે--“ હે પૂજય ! જો કદાચ પૂર્ણિમાના ચંદ્રના અમૃતવડે આપના ચરણને પખાળો, ગેાશીષ ચંદનના દ્રવ્યવડે વિલેપન કરી તથા ઉત્તમ સુગંધવાળા કલ્પવૃક્ષનાં પુષ્પાવડે પૂજીને મારા મસ્તકપર વહન કરૂં, તેપણ આપના કરેલા ઉપકારના સમૂહનો અમૃતાને (ઋગુ રહિતપણાને ) કદાપિ પામુ` તેમ નથી. કહ્યું છે કે-સકિત આપનાર ગુરૂ મહારાજ ઉપર ઘણા ભવા સુધી સર્વ ગુણે મેળવેલા હજાર કરોડ ઉપકારા કરવાથી પણ બદલા વળી શકતા નથી.
<<
વળી હું ઋણુ રહિત ન થાઉં એમ ઇચ્છું છું. કેમકે જો હું આપના ઋણી રહું તે આવતા ભવાને વિષે પણ હું આપને દાસ વિગેરે થઇને પણ આપના ચેગને-સંબંધને પામું. કારણ કે પૂર્વભવના ઋણને લીધે જ આ ભવમાં પુત્ર, મિત્ર, વાણાતર, સ્ત્રી, ભાઈ, સેવક, પત્ની, વાહન, પુત્રવધૂ અને શિષ્ય વિગેરે સર્વાં સબંધીઓ થાય છે.”
આ પ્રમાણે ગુરૂને કહીને તે પેથડ પેાતાને ઘેર ગયા. ત્યારપછી પણ હમેશાં તે ગુરૂને નમવા જાય છે, તેમાં એકદા એકાંતમાં તેણે શ્રીગુરૂને વિનતિ કરી કે—“ હે પ્રભુ ! મારે પરિગ્રહના પ્રમાણ કરતાં ઘણું વધારે ધન થયુ છે, તેથી આપ આજ્ઞા કરે કે તેને કયાં વ્યય કરવા મને કલ્યાણકારક છે ? ” ત્યારે પુણ્યરૂપી રથના સારથિભૂત તે ગુરૂ મહારાજે તેને કહ્યું કે—“ સાંભળેા, પ્રથમ તે લક્ષ્મીરૂપી વાનરી ગૃહસ્થીરૂપી વૃક્ષેાને વિષે જરા પણ સ્થિર થઈને રહેતી નથી. કહ્યું છે કે—
,,
८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org