________________
४८
સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર
સાધર્મિક બંધુઓના ઘરમાં નવી-તાજી ફળીની ઉપમાવાળા આ સમકિતને પ્રાપ્ત કરાવવા શકિતમાન નથી જ; પરંતુ પોતાની શકિત પ્રમાણે પૂર્વે નહીં પ્રાપ્ત થયેલા સમકિતને પરિણામની ગ્યતાને ધારણ કરતા આ ઉપર કહેલા માદક (લાડુ) ને જ પમાડી શકે છે. કહ્યું છે કે
રણસંગ્રામને વખતે કાળાં છત્ર વિગેરે હોય છે, લગ્ન ઉત્સવમાં કંકુ કેશર વિગેરે હોય છે, અને દીક્ષા વખતે પરમાન (ખીર) વિગેરે હોય છે. અર્થાત પરિણામને અનુસરે જ કિયા હોય છે. ( યુદ્ધમાં નિર્દય પરિણામ હોય છે, વિવાહમાં રાગને પરિણામ હોય છે, અને દીક્ષામાં ઉજવળ પરિણામ હોય છે. માટે તે તે પરિણામને ગ્ય જ કિયા હેય.)”
આ પ્રમાણે ગુરૂના મુખથી વાણી સાંભળીને પછી તે પેથડે સમકિતના મેદની લહાણી કરીને પોતાના અક્ષીણ ઘીને લાભ લેવાનો પ્રારંભ કર્યો. તેથી તેણે પ્રથમ માતાના હૃદય જે સ્નિગ્ધ, સાધુના હૃદય જે ઉજવળ અને જિનેશ્વરના વચન જે
સ્વાદિષ્ટ દળ તૈયાર કરાવ્યું. તેમાં ઉજવળ કાગળને વિષે જેમ બત્રીશ વર્ણ (અક્ષર) ને બ્લેક સ્થાપન કરવામાં આવે તેમ બત્રીશ વાના સહિત ઉત્તમ આટ સ્થાપન કરવામાં આવ્યું. પછી એક એક સેનામહેર સહિત તે દળથી ભરેલા એક એક ઘડાને જિનેશ્વરના દરેક ચિત્યને વિષે તેણે દઢ આદર પૂર્વક મૂક્યા. પછી તે મંત્રીએ જાણે મૂર્તિમાન ધર્મના ભરેલા હોય તેવા દળના ભરેલા ઘડાઓ એક એક રૂપીયા સહિત સાધમિકનાં ઘરોમાં મેકલ્યા. આ પ્રમાણે વિવેકી અને ભાગ્યવંત એવા તે પેથડ મંત્રીએ સવા લાખ ઘડાના પ્રમાણવાળા સમકિતના મેદકે આપ્યા.
હવે આ રાજાને શાકંભરીનગરીને સ્વામી ચાહમાન કુળમાં ઉત્પન્ન થયેલે ગેગા નામને માટે માંડલીક રાજા ને પ્રધાન હતું, તે રાજાએ વર્ણવેલા પેથડના ગુણેની સ્તુતિ સાંભળી અત્યંત
૧ નેયુક્તપણે ઘી યુક્ત ૨ ઘી, ખાંડ, બદામ, કોપરું, ચારોળી, પીસ્તા વિગેરે ઉત્તમ બત્રીશ ચીજો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org