________________
તૃતીય તરંગ.
કોઈ પણ સ્વરૂપે સારી રીતે જાણી શકાય તેવું નથી.” આ પ્રમાણે મનમાં વિચાર કરતા તે પ્રધાનને રાજાએ કહ્યું કે “હે મંત્રીઓ ! અમે એક તેલના બિંદુને પણ નકામે જવા દેતા નથી, અને કાર્ય પ્રસંગે સેંકડો મણ ઘીને વ્યય કરીએ છીએ. તેલ અને ઘીની જેમ દ્રવ્યને વિષે વિના પ્રજને એક પાઈને પણ ખર્ચ કરતા નથી, અને કાર્ય પ્રસંગે કેટી ધન પણ તૃણ સરખું ગણીએ છીએ.” આ પ્રમાણે રાજાનું વચન સાંભળીને તે પ્રધાને તેના ઔદાર્ય, ચાતુર્ય વિગેરે અનેક ગુણોથી રંજન થયા, તેથી તેમણે મેટા પ્રશસ્ત ઉત્સવ પૂર્વક તે રાજા સાથે તે રાજકન્યા પરણાવી. પછી રાજાએ તે પ્રધાનને રજા આપી એટલે તેઓ પોતાના દેશમાં ગયા. પછી રાજાએ સાંભળ્યું કે પેથડે નગરના લેક પાસેથી ઘી ઉઘરાવ્યું નથી, તે જાણી ઝાંઝણે પહેલાં ઘીની નીક ચલાવવાનું જે કહ્યું હતું, તે સત્ય માન્યું. રાજાનું કાર્ય, પિતાનું કાર્ય અને લેકેનું કાર્ય કરનાર હોવાથી રાજાએ તે પૃથ્વીધર (પેથડ) નું પ્રધાનપણું સભામાં વખાણ્યું. ઉત્તમ જન્મવાળા અને સર્વને ગુણ ( ઉપકાર) કરનારા તે પેથડે પિતાના યશના સમૂહરૂપી કપૂરની સુગંધવડે પ્રજાને સુંદર મુખવાળી કરી. કહ્યું છે કે– “જાતવાવાળુ, વ્યાપાર માર્યા
पुण्डरीकायते तत्र, प्रजारञ्जनतो यशः ॥ ५ ॥
“જેમાં પાપરૂપી કલુષતા પ્રાપ્ત થતી હોય તે વ્યાપાર કાદવ જે છે, અને તે વ્યાપારમાં જે પ્રજાને રંજન કરવાથી યશ પ્રાપ્ત થાય તે તે કમળના જે મને હર છે.
પલ્ય વિગેરેના સ્પષ્ટ દષ્ટાંતવડે ભવ્ય પ્રાણી મિથ્યાત્વની ગ્રંથિને ભેદ કરીને આ સંસાર સાગરમાં ચિંતામણિ રત્ન જેવા સમકિતને પ્રાપ્ત કરે છે. કિયારૂપી આટાવડે વ્યાપ્તભાવરૂપી ઘીથી દઢ રીતે બંધાયેલું અને મેટા ઉજમણારૂપી ખાંડથી યુકત એવું આ સમકિત કેટલાક પ્રાણીઓને લાડુ જેવું થાય છે. ઉદાર અને બુદ્ધિમાન પુરૂષ પણ
૧ પત્ય એટલે પાલો. તેમાં થોડું ધાન્ય નાખે અને ઘણું કાઢે, તેમ કરવાથી પાલો અમુક કાળે ખાલી થઈ જાય, તેમ ચેડા કર્મ બાંધે અને ઘણું કર્મ ખપાવે, તેમ કરવાથી લઘુકમ થઈ સમકિત પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org