________________
તૃતીય તરંગ.
ધન રાજાને પમાડયું. તે પેથડે સીમાડાના ઉદ્ધત રાજાઓને પિતાની બુદ્ધિથી જ વશ કર્યો. જે બાબત યુદ્ધમાં અસાધ્ય હોય તે દેદીપ્યબુદ્ધિથી જ સાધી શકાય છે. ત્યાર પછી પેથડે ઝાંઝણને વાણીથી ન કહી શકાય તેવા ઉત્સ પૂર્વક ઢિલ્લી ગામના રહીશ ભીમ નામના શેઠની ભાગ્યદેવી નામની કન્યા પરણાવી.
એકદા મટી કીર્તિવાળા કન્યકુબજ દેશના રાજાએ કમળના સરખા મુખવાળી પિતાની કન્યાને માલવદેશના રાજા સાથે પરણાવવા પિતાના મંત્રીઓની સાથે મેકલી. તેથી તે મંત્રીઓ કન્યાને લઈ માલવ દેશના રાજા પાસે આવ્યા, અને ઉત્સાહ પૂર્વક તેમણે કન્યાના વિવાહદિકને વૃત્તાંત તે રાજાને કહ્યો. પછી રાજાએ આપેલા ઉતારામાં તેઓ સુખે રહ્યા. તેવામાં એકદા તેઓએ સ્નાનને સમયે માલવેશની કીડા જોઈ. તે વખતે તે રાજાને જેમ સુખ ઉપજે તેમ શરીરે અભંગ કરાતું હતું ત્યારે એક તેલનું બિંદુ નીચે પૃથ્વી પર પડ્યું, તે રાજાએ જોયું એટલે તે બિંદુને આંગળી વડે લઈ રાજાએ પોતાના પગ પર લગાડયું, તે જોઈ તે પ્રધાને ખેદ પામીને વિચારવા લાગ્યા કે –
આવા બદ્ધમષ્ટિ ( લેભી ) ને જમાઈ કરવાથી કન્યાને, તેના પુત્રને તથા અમારી જેવા સેવકને શું લાભ છે ? કન્યા તે ઉદારતાને લીધે કલ્પવલ્લી જેવી છે, અને આ રાજાનું હૃદય તે કૃપણુતાથી ભરેલું છે, તો પછી આ બન્નેના લગ્ન કેવા થાય ? શું કદાપિ સાકર અને કાંકરાને, ક૯૫લતા અને કેરડાનો તથા હંસી અને કાગડાને સંબંધ ગ્યતાને પામે ?” આ પ્રમાણે વિચારીને તે મંત્રીઓ કન્યા દેવામાં ઉત્સાહ રહિત થયા. તેમને જોઈ તેનું કારણ જાણી રાજાએ એક મોટી બુદ્ધિ આ પ્રમાણે કરી. તેણે પૃથ્વીધર (પેથડ) મંત્રીને કહ્યું કે –“ આજે મને સ્વપ્ન આવ્યું, તેમાં ખરજના વ્યાધિથી શ્રેષ્ઠ અશ્વોને જર્જરિત જોયા અને પછી તેમને ઘીનું રત્નાન કરાવવાથી તેમને ગુણ થયેલો છે. પછી મેં સ્વપ્ન પાઠકને પૂછયું ત્યારે તે બેલ્યો કે-“તમારા મુખ્ય અશ્વોના શરીરમાં ખરજને વ્યાધિ થશે, તેથી પ્રથમથી જ ઘીના સ્નાનને ઉપાય કરે એગ્ય છે, તેમાં હે રાજા ! રવિવારને દિવસ આવે ત્યારે એક એક વારે સાત સાત અને ઘીમાં સ્નાન કરાવવું અને પછી તે ઘી બ્રાહ્મણને આપી દેવું. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org