SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય તરંગ. ૩૫ પણ ગભીરતા ? આ ત્રણ ખાખત તે ગુરૂ મહારાજમાં સર્વોત્તમ હતી. પછી પેથડે લજ્જા પામીને કહ્યું કે—“ હું ભગવાન્ ! મને લાખ રૂપીયા લખતાં કે ગળુતાં પણ આવડતું નથી, તે તેટલા રૂપીયા ઉપાર્જન કરવાને તે હું કેમ શક્તિમાન થાઉં ? ” ગુરૂએ કહ્યું કે-“ હે ભદ્રે ! તારૂં' વચન યુક્ત છે, પર ંતુ લક્ષ્મીને એક ક્ષણવારમાં પત્તિને પતિ બનાવવામાં અને પતિને પત્તિ મનાવવામાં સમ છે તેથી ભાગ્યશાળી પુરૂષોને ધનના નિયમ મેકળા ( વિશાળ ) રાખવે સારા છે. તેમ કરવાથી કદાચ ધનની અધિકતા થાય તાપણું મન ડાલે નહીં-ચલાયમાન થાય નહીં. ” ત્યારે તેણે ગુરૂનું વચન શ્રદ્ધાથી અંગીકાર ક્યું. પછી તે પેથડે કષ્ટથી આજીવિકા કરતાં કેટલાક કાળ નિમન કર્યાં. એકદા પ્રવાસીને કાળ સમાન, દુઃખે કરીને વારી શકાય એવા મેઘની વૃષ્ટિ કરનાર અને ધાન્યાદિકની ઉત્પત્તિવડે સારભૂત—શ્રેષ્ઠ એવા વર્ષાકાળ પ્રાપ્ત થયા. તે વર્ષાઋતુમાં ગાઢ અંધકારના સમૂહવડે મલિન થયેલા આકાશના આંગણારૂપી કાળી પૃથ્વીને વિષે વિધાતાએ પતગીયાના બાળકારૂપી મેઘે નાશ કરેલા સૂના સમગ્ર તેજના બીજને વાવ્યા હોય એમ જણાતુ' હતું. કેમકે જો તેમ ન હેાય તે શરદઋતુમાં તે સૂનુ તેજ અત્યત કેમ થાય ? આવા વર્ષાઋતુને સમયે પેથડ પરગામથી આવતા હતા, તેને માર્ગમાં વરસતા મેઘે રાકા, તેથી તે રાત્રિ પડી ત્યારે પોતાના ગામની સમીપે આવ્યા, તે વખતે તેણે કેટલાએક નિર્ભીય ખાળકોને અન્યના ક્ષેત્રમાંથી પાછા વાળેલા જળવડે અમુકના ક્ષેત્રના કયારામાં પાણી ભરતા જોયા. તે જોઇ મનમાં આશ્ચર્ય પામી તેણે વિચાર્યુ કે—‹ આવી ભયંકર રાત્રિએ શ્યામ વ વાળા આ બાળકા નગરની બહાર રહીને આવું કામ કરે છે તે કાણુ હશે ? ” આ પ્રમાણે વિચારી તેણે તેને પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું કે“ અમે પુણ્યને વશ થવાવાળા છીએ, આ નગરમાં જ રહીએ છીએ અને આ નગરમાં રહેનારા કામ નામના શ્રેણીના કામે છીએ ( કામ કરનારા છીએ ). ” તે સાંભળી પેથડે તેમને પૂછ્યું કે ૧ સીપાઈ-ગરીબ. ૨ સ્વામી-ધનવાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy