________________
૩૨
દ્વિતીય તરંગ.
પણ મને દુઃખ નથી, તથા કસોટીના પથ્થર પર ઘસે છે તેમાં પણ મને દુખ નથી, પરંતુ મને જે ચણાઠીની સાથે જોખવામાં આવે છે, તે જ મને મોટું દુઃખ છે.” ત્યારે ચણોઠી કહે છે કે-“હું એનીને પ્રિય છું, હું શ્રેષ્ઠ વર્ણ (રંગ) થી શેણું , અને મારું વ્રત્ત ઉત્તમ છે, છતાં હું જે નિષ્ક (સુવર્ણ) ની સાથે જખાઉં છું, તેથી જ હું લજજા પામું છું.” ત્યારે સુવર્ણ કહે છે કે “હે ચણોઠી ! હું તારી સાથે તળાઉં છું એ તું ફેગટ ગર્વ ન કર. જે અગ્નિમાં સ્નાન કરીને બહાર નીકળાય, તે ઉત્તમતા અને અધમતાનું પ્રમાણ જણાય.” તે સાંભળીને ચણોઠી અગ્નિમાં પેઠી તેથી મુખે દાઝી છે અથવા તે લોકેના ધિક્કારથી અને હકારથી શ્યામ થઈ છે, એમ હું માનું છું.
આ પ્રમાણે પેથડનું વચન સાંભળીને ગુરૂ મહારાજ બેલ્યા કે --“હે ભદ્ર ! તે આ યુક્તિવાળું વચન કહ્યું નથી. કેમકે સર્વ કોઈ માણસ પોતાના ધનને અનુસારે પરિગ્રહ પ્રમાણનું વ્રત ગ્રહણ કરે તે તે ધન્ય જ છે.
તેથી કરીને બીજા બધા વિચારને ત્યાગ કરીને પિતાના હિતને માટે વ્રતને અંગીકાર કર.” આ પ્રમાણે કહી ગુરૂએ તેને હાથે ઝાલી તેને પ્રથમ સમકિત વ્રત આપ્યું. કહ્યું છે કે
મૂર્વ તારું પરં; આહાર માય નિહ.. दुच्छक्कस्स य धम्मस्स, संमत्तं परिकित्तिअं ॥ ६॥”
“બાર પ્રકારના શ્રાવક ધર્મનું મૂળ, દ્વાર, પ્રતિષ્ઠાન, આધાર, ભાજન અને નિધિ સમાન સમકિત કહ્યું છે.”
જેમ અંધકારને ભેદનાર સૂર્યની બાર રાશિઓ તેના વિસ્તારને માટે છે, તેમ પાપરૂપી અંધકારને ભેદનાર સમકિતના વિસ્તારને માટે શ્રાવકનાં બાર વતે છે. વેપારીઓને જેમ હાથમાં રહેલી ગ્રંથિ કાર્ય સાધનારી છે, જેમ રાજધાની રાજાઓના કાર્યને સાધનારી છે, જેમ ખલાસીઓને પાટીયું કાર્ય સાધનાર છે, તેમ માણસને સમકિત
- ૧ ગોળાકાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org