________________
સુરસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર
પ્રાણ શૂળ, વિષ, સર્પ, વિસૂચિકા, જળ, શસ્ત્ર, અગ્નિ અને સંભ્રમ આટલા કારણએ કરીને એક મુહૂર્તમાં જ બીજા શરીરને વિષે સંકેમ કરે છે મરીને બીજું શરીર ધારણ કરે છે.”
પછી જેટલામાં ઘણું શોકને પામેલો દેદ તેના શરીરને અગ્નિસંસ્કાર કરી ઘેર આવ્યું, તેટલામાં તેને પણ સખત જ્વર આ વ્યો. કલ્યાણને નાશ કરનારા પ્રેમને જ ધિક્કારે છે. કહ્યું છે કે__ कंदुक्खणणं निप्रदेस-छंडणं कुट्टणं च कढणं च ।।
ત્તિ વિદા, જિ તુલં વં ન પદ ૬ ”
“પોતાના કંદનું ખોદવું, પિતાના દેશને ત્યાગ કરી પરદેશ માં જવું, કુટાવું, અને કઢાવું_ઉકળવું, વિગેરે કયા દુઃખને મજીઠ પામતી નથી? સર્વ દુઃખને પામે છે, તે પણ તે અતિ રાગવાળી હોય છે. અતિ રાગી દુઃખને જ પામે છે.
પ્રિય જનને સંગમ થવાથી અંતે વિરહ થાય છે, વિરહ થવાથી દુઃખ થાય છે, દુઃખથી જીવને અંત (મરણ) થાય છે, મરણથી સંસાર પ્રાપ્ત થાય છે અને સંસારથી દુર્ગતિમાં પાત થાય છે.”
ત્યારપછી બુદ્ધિમાન તે દેદે દુષ્ટ ચેષ્ટાથી મૃત્યુ પાસે આવ્યું જાણી પિંથડને એકાંતમાં લાવી તેને સુવર્ણ સિદ્ધિને ઉપાય બતાવ્યું. પછી “વિનયવાળા આ પિથડને આ ઉપાયથી ઘણું સુવર્ણ ઉત્પન્ન થશે.” એમ ધારીને દેદે સાત ક્ષેત્રમાં સર્વ ધન વાપરી દીધું. ત્યારપછી તે દેદે અન્ત સમયની સર્વ શુભ ક્રિયાઓ કરી, અને પછી યાચકેના કલ્પવૃક્ષ સમાન તે દેદ કાળ કરીને સ્વર્ગમાં ગયે.
ત્યારપછી વેપાર વિગેરે દ્રવ્ય મેળવવાના ઉપાયમાં વિમુખ થચેલા પેથડે કેવળ ધાતુવાદમાં જ પ્રયાસ કરવા માંડયે; પરંતુ તે સુવર્ણસિદ્ધિને આમ્નાય બરાબર છતાં અને તેમાં ઉદ્યમવાન છતાં તેને લાભાંતરાયના ઉદયને લીધે એક ચઠી જેટલું પણ સુવર્ણ થયું નહીં. કેમકે કામઘાટ, ચિંતામણિ, દક્ષિણાવર્ત શંખ અને કલ્પલતા વિગેરે સર્વે દિવ્ય પદાર્થો કર્મની અનુકૂળતાએ અનુકૂળ થાય છે, અને કર્મની પ્રતિકૂળતાએ પ્રતિકૂળ થાય છે. લટું અને ઔષધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org