________________
સુકૃતસાગર યાને માંડવગતના મહામત્રીશ્વર.
૧
66
આ રવપ્નથી તને પુત્ર ઉત્પન્ન થશે. ” આવું પ્રિય તેનું વચન સાંભળીને હથી રોમાંચિત થઇ ‘ તમારૂં વચન સત્ય થાઓ ’ એમ કહી તેણીએ શકુનની ગાંઠ બાંધી. ફરીથી પતિએ કહ્યું કે—“ પ્રિયા ! સંપત્તિરૂપી પુષ્પવાળા થયેલા આપણા ગૃહસ્થાશ્રમરૂપી વૃક્ષ પુત્રરૂપ ફળને આપનારા થાય. એવું આપણું ભાગ્ય કયાં છે ? વળી દીઘ નેત્રવાળી તુ હમેશાં સાયંકાળે ઘરમાં દીવા કરે છે, તે તને સ્વપ્નમાં યાદ આવ્યા હાય તો તે અનુભવેલું સ્વપ્ન આવ્યું કહેવાય અને તે અનુભવેલુ સ્વપ્ન નિષ્ફળ હોય છે. તે વિષે કહ્યું છે કે
" अणुभूअदि चिंतित्र - सुश्रपयइविचारदेव याणू वा । सुविणस्स निमित्ताई, पुरणं पावं च नाभावो ||२४||
'
“ અનુભવેલુ', જોયેલું, ચિંતવેલુ, સાંભળેલુ, પ્રકૃતિ (શરીર)ના વિકારવાળુ અને દેવતાનુ આપેલુ, આટલી જાતના સ્વપ્નનાં નિમિત્તો શુભ અશુભ ફળને આપનારા થતા નથી. ”
ત્યારપછી દેદીપ્યમાન નેત્રવાળી તેણીએ શંકા થવાથી તે બાબત પણ કોઈ સારા સ્વપ્નપાઠકને પૂછી, ત્યારે તેણે વિચાર કરીને કહ્યું' કે આ રવપ્ન તમને સારૂં આવ્યું છે, તેનુ ફળ આ પ્રમાણે છે કે—“ હે માતા ! તમને અવશ્ય પુત્ર થશે પર ંતુ તે પુત્ર પ્રથમ દીવાની જેમ તેજ રહિત થશે, અને પછી દેશાંતરમાં જઇ મોટા વૈભવને પ્રાપ્ત કરી પુણ્યકર્માંથી ઉત્પન્ન કરેલા યશવડે પૃથ્વીને પ્રકાશિત કરશે. ” આ પ્રમાણે તેનું વચન સાંભળી “ અરિદ્ર કે દરિદ્ર એવા પણ પુત્રને હું મારી ષ્ટિએ જોઇશ ” એમ જાણી તે હૃદયમાં હ પામી, અને સરળ હૃદયવાળી તેણીએ તેને ઘણું ધન આપી રજા આપી. તે વાત સાંભળી દે પણ વધારે વધારે દેવપૂજાર્દિક કરવા લાગ્યેો. જેમ પૃથ્વી સુવર્ણ ના નિધાનને ધારણ કરે, ખીજડીનુ ઝાડ અગ્નિને ધારણ કરે, તેમ તે વિમલશ્રીએ અનુક્રમે રામની જેવા સુંદર ગર્ભ ધારણ કર્યાં. તે ગર્ભાથી તેણીનું મુખ પાંડુર ( શ્વેત ) વ વાળુ કરાયું તેમાં શુ આશ્ચય છે? કેમકે તે ગર્ભ તા વિષ્યમાં સુશેાભિત યશેવડે દશે દિશાએને ઉજ્જવળ કરવાના છે. સારા કુંઢવાળી અને શહેતા રહિત તે વિમલશ્રીએ તે વખતે શ્રીદેવ, शु३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org