________________
પ્રથમ તરંગ.
અને સંઘની પૂજા અને દાનાદિકને વિષે અનેક પ્રકારની મેટી મેટી ઉત્કંઠા કરી. સ્ત્રીઓને ઉત્તમ ગર્ભના પ્રભાવથી ઉત્તમ ઈચ્છાઓ જ થાય છે અને ઉત્તમ ગર્ભ ન હોય તો તેઓ શું માટી અને રાષ્ટ્રની અભિલાષા કરનારી નથી થતી? થાય જ છે. અનુક્રમે માસ પૂર્ણ થયા ત્યારે શુભ દિવસે તેણીએ પુત્રને પ્રસ. તે વખતે તેના પિતા દેદે પ્રજાઓને વિસ્મય ઉત્પન્ન કરે તે તેને જન્મોત્સવ કર્યો. પછી બારમે દિવસે સજજનેને સન્માન, ભજન અને દાનાદિક આપવા પૂર્વક તેના માતા પિતાએ તેનું પેથડ એવું નામ પાડયું. આ નામમાં ૫ વર્ગ, ત વર્ગ અને ટ વર્ગ, એ ત્રણ વર્ગને એક એક અક્ષર આવેલું છે, તે ત્રણ વર્ગના ત્રણ અક્ષરે એવું સૂચવે છે કે –
આ પેથડ ભવિષ્યકાળમાં ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગમાં વ્યગ્ર રહેશે. જે કારણ માટે જગતના આંગણામાં રહેલા સર્વ પદાર્થો ત્રણ ત્રણ પ્રકારના હોય છે, તેથી કરીને હે લેકે ! પુરૂષાર્થ પણ ઉત્તમ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારે છે, એમ જાણે કે કહેવાને ઇચ્છતે હોય તેમ તે પુણ્યના આધારભૂત પેથડ કુમારે ઉપરના ત્રણ વર્ગમાંના અનુક્રમે પહેલા, બીજા અને ત્રીજા અક્ષર (પર્થ-ડ)ની રચનાવડે મને હર એવું પિતાનું નામ ધારણ કર્યું જણાય છે. ત્રણે પુરૂષાર્થને વિષે ધર્મ નામને પહેલે પુરૂષાર્થ તેને વૃદ્ધિ પામનારે થશે, એવું સૂચવન કરવાને માટે જ ત્રણ અક્ષર મહેલે પહેલે પકાર એક માત્રવડે અધિક (૫) છે. હમેશાં માતાપિતા આનંદ સહિત તેને ન ન મહોત્સવ કરતા હતા. તે રીતે તે પેથડ શુકલપક્ષના ચંદ્રની જેમ દિવસે દિવસે વૃદ્ધિ પામવા લા પિતા (દેદ) કદાચ મારે ત્યાગ કરશે એવા ભયથી સુવર્ણ જાણે કે તેના પુત્ર પેથડના ગળામાં કડીરૂપે, પગમાં કિંકિણી (ઘુઘરી) રૂપે અને હાથને વિષે વીંટીરૂપે વળગી ગયું હોય તેમ દેખાતું હતું. “હું પુણ્યવડે સ્વર્ગ અને મોક્ષની લક્ષ્મીને મારા હાથમાં કરીશ-રાખીશ.” એમ જણાવવા માટે જ તે બાળકે જાણે મુઠી વાળી હોય એમ હું માનું છું. તે બાળક ફક્ત તે જ વખતે (બાલ્યવયમાં) પ્રિયપાલન
૧ પ્રિય છે પાલન–પારણું જેને એ. બીજા પક્ષમાં પ્રિય છે પાલન કરવા લાયક માણસે જેને એટલે જેને દીનાદિકનું રક્ષણ પ્રિય છે તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org