SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ તરંગ. પંડિત પુરૂ પાત્રના બે પ્રકાર કહે છે–સ્થાવર પાત્ર અને જંગમ પાત્ર, તેમાં પુણ્યને માટે જે પ્રાસાદ-ચિત્ય અને પ્રતિમા વિગેરે કરાવવું તે સ્થાવરપાત્ર કહેવાય છે, અને જે અધિક જ્ઞાનવાન હોય, તપવડે કૃશ થયેલ હય, મમતા રહિત હોય, અહં. કાર રહિત હોય તથા સ્વાદયાય અને બ્રહ્મચર્ય વિગેરેથી યુક્ત હોય તે જંગમ પાત્ર કહેવાય છે. જે લક્ષ્મી સંસારરૂપી સમુદ્રને તારવામાં વહાણ સમાન અરિહંત વિગેરે પાત્રને વિષે કૃતાર્થ કરવામાં ન આવે તે લક્ષ્મીને અલક્ષ્મી ( અળસ ) જ માનેલી છે. કહ્યું છે કે – शस्यश्रीभोगकृद्दानं, सर्व जीमूतवारिवत् । परं सत्पात्रदानं स्यात्स्वात्यम्भ इव मौक्तिकम् ॥ ३ ॥ જેમ સર્વ પ્રકારનું મેધનું જળ ધાન્યની સંપત્તિને કરનારું છે, તેમ સર્વ પ્રકારનું દાન ભેગા લક્ષ્મીને આપનારૂં છે. પરંતુ સ્વાતિ નક્ષત્રનું જળ જેમ મક્તિક (મેતી) રૂપ થાય છે, તેમ સત્પાત્રમાં આપેલું દાન માક્તિકને (મેક્ષને) આપનારૂં થાય છે. સાત ક્ષેત્રમાં ધનરૂપી બીજને વાવી શ્રદ્ધારૂપી જળવડે તેને વૃદ્ધિ પમાડી નિયાણાદિક રૂપે ઈતિ ૧ રહિત કરવામાં આવે તે તે ધનરૂપી બીજામ્યફળને આપનારું થાય છે, તેથી કરીને અનેક રાજાઓનાં ચરિત્રોરૂપી ઉજ્વળ મોતીવાળા અને સારા ક્ષેત્રમાં ધનની વૃષ્ટિ કરવાના કારણરૂપ ઉસુકૃત-સાગર નામના ગ્રંથને હું કરું છું, ૧ ઉંદર, તીડ વિગેરેને ઉપદ્રવ. ૨ ધાનરૂપી ફળને તથા વખાણવા લાયક મોક્ષરૂપ ફળને. કે પુયરૂપી સમુદ્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy