________________
?
સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર.
શ્રી સેમસુંદર નામના આચાર્યની પાટરૂપી ઉદયાચળ પર્વત ઉપર સૂર્યની જેવા તેજસ્વી શ્રીરત્નશેખર નામના આચાર્ય જયવંત વર્તે છે–શેભે છે. શિષ્યોનાં હૃદયરૂપી સુંદર પેટીઓને ઉઘાડવાની નિપુણતાને ધારણ કરનારી શ્રીમંદિરત્ન નામના ગુરૂની વાણી સરલ કુંચીની જેવી શોભે છે તે આશ્ચર્ય છે.
મનને અલંકાર લમી છે, અને લક્ષ્મીને અલંકાર દાન છે. તે દાન જે પાત્રને વિષે અપાયું હોય તો તે અનંત ફળને આપનારું થાય છે. તે વિષે કહ્યું છે કે"गात्रे धनं योजयते विमुग्धः, पात्रे धनं योजयते विदग्धः । गात्रेण पात्रेण न भुक्तदत्तं, खात्रेण तद्याति जडस्य वित्तम् ।।१॥"
મૂઢ માણસ પોતાના શરીરના ઉપભેગમાં ધનનો વ્યય કરે છે, અને ચતુર પુરૂષ પાત્રને વિષે ધનને વ્યય કરે છે. શરીર વડે જેને ઉપભોગ કરવામાં ન આવે અને પાત્રને વિષે જેનું દાન દેવામાં ન આવે તેવું જડપુરૂષનું ધન ખાત્રવડે જાય છેચાર વિગેરે લુટી જાય છે. ''
પાત્રના ગુણે કરીને રહિત એવી ગણિકા પણ નામ માત્રથી પાત્ર કહેવાય છે, પરંતુ જે નામ પ્રમાણે ગુણવાન હોય તેને જ સપુરૂએ પાત્ર કહ્યું છે. પાવ શબ્દનો અર્થ આ પ્રમાણે કહેલ છે.
વારે , ત્ર/ત્રા વાર: કારણોને, પત્રમાદુમનસ્વિનઃ | ૨ | ”
પ” એવા અક્ષરે કરીને પાપ કહેવાય છે, અને “” એ અક્ષર ત્રાણ એટલે રક્ષણને કહેનારો છે, આ (પાત્ર) બે અક્ષર ભેગા થવાથી પાત્ર શબ્દ બને છે એમ પંડિત કહે છે. (પાપથી જે રક્ષણ કરે તે પાત્ર કહેવાય છે. )
૧ વાંકી કુંચીથી જ પેટી વિગેરે ઉઘડી શકે છે, છતાં અહીં ગુરૂની વાણી સરલ હોવાથી કુંચીને સરલ કહી છે તે આશ્ચર્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org