________________
૧૦૨
સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર.
પ્રમાણે તેણે કહ્યું ત્યારે રાજાએ તેમને પેટીઓ ચેર્યાનું પૂછ્યું, પરંતુ તેઓ કેઈપણ પ્રકારે માન્યા નહીં. કેમકે ચેરે અસત્યરૂપી વેલડીના કંદરૂપ હોય છે. કહ્યું છે કે
" चौरेवङ्कुरिता समुत्सृतदला वैश्येपु वेश्याजने,
सम्यक् पल्लविता गता जरठतां द्यूतप्रियेषु द्रुतम् । वार्ताजीविषु पुष्पिताऽथ कथकालापेषु सच्छायता
मेत्यासत्यलता समुद्गतफलाभोगा नियोगिष्यभूत् ॥७॥"
“ અસત્યરૂપી લતા ચેરેને વિષે અંકુરવાળી થઈ છે, વેપારીઓને વિષે પાંદડાની વૃદ્ધિવાળી થઈ છે, વેશ્યાઓને વિષે સારી રીતે પલવવાળી થઈ છે, જુગારીઓને વિષે પ્રૌઢપણને પામી છે, વાતો કરીને જીવનારાને વિષે પુષ્પવાળી થઈ છે, કથા (વ્યાખ્યાન) કરનારાઓને વિષે ગાઢ છાયાવાળી થઈ છે, અને રાજાના અધિકારીઓને વિષે ફળના વિસ્તારને ઉત્પન્ન કરનારી થઈ છે.”
જ્યારે તે ચરે જરાપણુ માન્યા નહીં, ત્યારે ઝાંઝણે તેમને કહ્યું કે –“અરે! તમે કેમ સાચું માની જતા નથી?” તે સાંભળી ત્રીજે ચાર જે શબ્દના જ્ઞાનવાળે હવે તેણે તે ઝાંઝણને ચોથા તરીકે ઓળખી લીધે. તે વાત તેણે બીજા બે ચોરને કહી ત્યારે તેઓ પેટીઓ હરણ કરી છે એમ માન્યા. તે વખતે રાજાના હુકમથી તે પેટીઓ (ત્રણ) ત્યાં લાવવામાં આવી. “તે જે ચોથી પેટી કયાં છે?” એમ રાજાએ તેમને પૂછ્યું ત્યારે એક તરફ વાઘ અને એક તરફ પૂરમાં આવેલી નદી એ ન્યાયની પ્રાપ્તિથી મૂઢ થયેલા તેઓ કાંઈ પણ બોલ્યા નહીં, ત્યારે મંત્રીપુત્રે કહ્યું કે–“હે દેવ તે ચેથી પેટી આપના ખજાનામાં જ છે. તે સાંભળી રાજાએ તે ત્રણે ચારેને વધ કરવાને હુકમ કર્યો. ત્યારે તે ત્રણે ચરેએ નવા આરક્ષક ( ઝાંઝણ) ને કહ્યું કે–“તું પણ અમારામાં ચિ ચોર હતા. તેં તારી જે શક્તિ કહી હતી તે તે અસત્ય થઈ.” તે સાંભળી સત્ય વાણીવાળા તે ઝાંઝણે રાજાને નમસ્કાર કરી તે ત્રણે એરોની યાચના કરી. કેમકે ભૂમિથી પડેલાઓને ભૂમિને જ આધાર હોય છે. વળી ઝાંઝણે વિજ્ઞપ્તિ કરી કે-“હે દેવ! રાજ્ય,રૂપ, લક્ષ્મી, સ્ત્રીઓ, ભેગે, આરોગ્ય, યશ, જય, સર્વ કાર્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org