SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પણ તરંગ. ૧૦૧ ત્યાં તેણે બેટી પ્રીતિથી તેમને પૂછયું કે-“હવે આપણે અહીંથી જુદા પડીએ છીયે, માટે કહે કે આપણે ફરી પ્રેમપૂર્વક કયાં મળશું?” ત્યારે વિશ્વાસ પામેલા તેઓ બેલ્યા કે “પ્રાતઃકાળે માકચેકની પાસે હાથમાં બીરાનું ફળ રાખીને જેઓ આવે, તે અમે જ છીએ એમ જાણવું. માટે હે ચાર ! તું પણ ત્યાં આવજે.” આ પ્રમાણે વાત કરીને તે ચારે ચેરે પરલોકમાં જતા જંતુઓની જેમ જુદે જુદે માગે ગયા. જાણે નિધિ પ્રાપ્ત થયો હોય તેમ ચારની પ્રાતિથી હર્ષ પામેલે ઝાંઝણ પણ પિતાને ઘેર ગયે. પ્રાતઃકાળ થતાં પૃથ્વીધર મંત્રીએ આવીને જોયું તે લક્ષ્મીના ઘરનું તાળું ભાંગેલું તથા તેમાંથી રત્નની ચાર પેટી ચેરાયેલી જાણી. તત્કાળ તે વાત રાજાને જણાવી. તે સાંભળી રાજા જાણે ભયંકર યમરાજ હોય તેમ અત્યંત ક્રોધ પામ્યું, અને તે મંત્રીપુત્રને તત્કાળ સભામાં બોલાવ્યું. કેમકે રાજાઓ કેઈને પિતાના થતા જ નથી. શું બિંદુસાર રાજાએ ચાણકય મંત્રીનું અપમાન નહોતું કર્યું તે જ પ્રમાણે નંદ રાજાએ શકહાલ મંત્રીનું અને ભીમ રાજાએ શ્રીવિમલ મંત્રોનું અપમાન નહોતું કર્યું તે વખતે સભામાં રહેલા સપુરૂષોએ હૃદયમાં ખેદ ધારણ કર્યો, અને અસત્યરૂએ આનંદ ધારણ કર્યો. તથા તેના પિતાએ (પૃથ્વીધર મંત્રીએ) પુત્રે કરેલી પ્રતિજ્ઞાને વિપયંસ (ભંગ) મા. અહીં પ્રાતઃકાળે ઝાંઝણે ઉભા થઈ શસ્ત્રધારી પિતાના પુરૂને કહ્યું કે –માણેકચોકની પાસે જે ત્રણ પુરૂષોના હાથમાં બીજેરાનાં ફળ હોય તેમને બાંધીને લાવે.” એમ કહી તેમને ચોટામાં મોકલ્યા. તે પુરૂષે માણેકચોકમાં ગયા, ત્યાં વેપારીઓના વેષવાળા તેમને જોઈ બીજેરાની નીશાનીથી ઓળખી હાથે પાછળ રાખી પાંચમેડીએ બાંધી મંત્રીપુત્રની પાસે લઈ ગયા. કૌતુક જેવાને એકઠા મળેલા પરિજનોએ વીંટાયેલા તે ચોરેને તે ધન્ય (પુણ્યશાળી) આરક્ષક રાજાની પાસે લઈ ગયે, અને તેણે રાજાને કહ્યું કે –“હે સૂર્ય સમાન પ્રતાપવાળા સ્વામી ! જેમ પ્રાણીઓને રાગ, દ્વેષ અને મેહ લુટે છે, તેમ પીરજનેને આ ત્રણ ચાર લુટે છે, હવે આપની ઈચ્છા હોય તેમ કરે.” આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy