________________
મૂળ જૈન ધર્મ અને
યાત્રાળુઓ ઉપરાંત તીર્થ સ્થળોમાં તેના અધિષ્ઠાયક દેવો હોય છે તેઓ પણ ત્યાં સદૈવ ભક્તિ, પૂજા, આરાધના કરતા હોય છે. તેમના તે શુદ્ધ ધાર્મિક પરમાણુઓ પણ તે તીર્થ સ્થળમાં ફેલાયેલા હોય છે. તેથી સરળ પ્રકૃતિના માણસને તે તીર્થ સ્થળમાં શુભ વિચાર, ધાર્મિક વિચાર આવ્યા વિના રહેતા જ નથી. અને એ શુભ વિચારે શુભ ફળદાયક જ નવડે એ તો સિદ્ધાંતિક નિશ્ચિત વાત છે.
આ ઉપરાંત તીર્થના અધિષ્ઠાયક દેવો ત્યાં જતા યાત્રાળુઓને અદશ્ય રીતે પણ ઘણું રીતે સહાયક થાય છે. અને એ રીતે તેઓ -તીર્થને મહિમા પણ વધારે છે.
આખું જગત પુદ્ગળ પરમાણુઓથી ભરેલું પડ્યું છે એમ તે સ્થાનકવાસીઓ માને જ છે. પુદગળની શકિત શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણેની જ સ્થાનકવાસીઓ માટે જ છે. વિચારોના અને શબ્દના પુદ્ગ આખા વિશ્વમાં ફેલાઈ જાય છે વગેરે શાસ્ત્રીય હકીક્ત પણ સ્થાનકવાસીઓ માને છે જ. પળ પરમાણુની શક્તિને ન માને તેને જેન જ કહી શકાય નહિ.
વળી અમુક અમુક ભૂમિની ખાસ અમુક અમુક રીતે પણ મહત્તા હોય છે. દાખલા તરીકે, મહાભારતની લડાઈનું સ્થાન કુરુક્ષેત્ર. આજે પણ બે પરમ મિત્રો કુરુક્ષેત્રમાંથી પસાર થાય તે તે વખતે તેમના મનમાં દુશ્મનાવટને ભાવ ઉત્પન્ન થાય છે અને તેઓ લડવાને તૈયાર થઈ જાય છે અથવા લડી પડે છે એમ સાંભળ્યું છે. * તે સખ્યાતા કે અસંખ્યાતા વર્ષથી પવિત્ર ભૂમિ તરીકે પંકાયેલી ભ મિ આજે પણ પવિત્ર ગણવામાં આવે તે તેમાં અજુગતું શું છે? તેમાં સૈદ્ધાંતિક રીતે શો બાધ છે?
અને તીર્થ સ્થળમાં શુભ અને શુદ્ધ ધાર્મિક પરમાણુઓ વિશેષ પ્રમાણમાં ફેલાયેલા હેઈને તીર્થ સ્થળેની તે કારણે ખાસ મહત્તા છે તે માનવું જ જોઈએ. તેમજ તીર્થ સ્થળોના અધિષ્ઠાયક દેવ યાત્રાળુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org