________________
હાલના સંપ્રાય પ્ર. ૪
આ દલીલમાં સ્થાનકવાસીઓની મુખ્ય ભૂલ એ છે કે તેઓ મહાત્મા પુરુષોના સ્થાને સંસારી જનના સ્થળ સાથે સરખાવે છે. એ સરખામણું જ બેટી છે. સંસાર વ્યવહારના સ્થળને ધર્મના સ્થળ સાથે સરખાવી શકાય જ નહિ.
સંસારી માણસના સ્થળમાં આખો દિવસ સંસાર વાસનાના વિચાર જ ચાલતા હોય છે તેથી તે સ્થળમાં તેવા વિચારના પુગળ, પરમાણુઓ જ ભરેલા પડયા હોય છે. તેથી તેવા સ્થળે જનારને સંસાર, સંબંધીના જ વિચાર ઉપજે છે.
ત્યારે મહાપુરુષોના સ્થળે તે પવિત્ર વિચારે જ થતા હોય છે. ત્યાં પવિત્ર ધાર્મિક વિચારોના પુગળે ફેલાયેલા હોય છે. અને તેથી તેવા. સ્થળે જનારને પવિત્ર ધાર્મિક વિચારે જ વિશેષ કરીને ઉદ્દભવે છે. .
યેગી જે કુટિરમાં હમેશાં તેની યોગ સાધના કરતા હોય છે તે આખી કુટિર યોગીના પવિત્ર વિચારોના પુગળ પરમાણુઓથી ભરાયેલી હોય છે. તેથી તે કુટિરમાં જનારને જરૂર પવિત્ર વિચારે જ ઉત્પન્ન થાય છે.
ધર્મસ્થાનોમાં જતાં મનને શાંતિ પ્રાપ્ત થાય છે તેનું કારણ પણ એ જ છે કે ત્યાં અનેક ધર્મિષ્ટ મનુષ્યો ધર્મારાધન કરે છે. તેમના ધાર્મિક વિચારોના પુદ્ગળ પરમાણુઓ તે ધર્મસ્થાનમાં ફેલાય છે તેથી ત્યાં જનારને ધાર્મિક વિચાર ઉત્પન્ન થાય છે અને તેનું મન શાંતિ, પ્રાપ્ત કરે છે.
આ રીતે જ તીર્થ સ્થળમાં એક તે ત્યાં શાંત વાતાવરણ હોવાને લીધે મનને શાંતિ ઉપજે છે અને બીજું એ કે ત્યાં અત્યારે તે તે મહાપુરુષ નહિ તેવા છતાં ત્યાં સંખ્યાબંધ યાત્રાળુઓ નિરંતર જતા, હોય છે. તેમના ધાર્મિક વિચારોના પુદગળ પરમાણુઓ તે સ્થળામાં ફેલાય છે. તેથી ત્યાં જનાર મનુષ્યમાં પણ તે પવિત્ર પરમાણુઓ પ્રવેશ રીને તેનામાં ધાર્મિક વિચારો અને ધર્મભાવના ઉત્પન્ન કરે છે. * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org