________________
હાલના સંપ્રદાયે પ્ર. ૩
૪૫
૪. તે પ્રમાણે પછીના સર્વ ટીકાકારોએ પણ સૂત્રના બેટા
અર્થો જ સમજાવ્યા છે. સૂત્રને ઘણે ભાગ ભલે ભૂલાઈ ગયે હોય પરંતુ યાદ રહ્યો હોય તેટલે પણ મૂળ ભાગ જુદે રાખે નથી. પહેલેથી જ મૂળને, વિવેચનને તથા ઉમેરાઓને જુદા જુદા રાખવાની દરકાર જ કરી ન હતી. કારણ કે મૂળ અને ઉમેરાઓને જુદા રાખે તે ઉમેરાઓ પણ શિષ્યોને ભગવાનના નામે શિખડાવી શકાય નહિ. સંપ્રદાયવાદીઓએ પિતાની માન્યતાઓને સૂત્રસિદ્ધ કરાવવા માટે સર્વેમાં અનેક જાતના ઉમેરા કર્યા છે, ફેરફાર કર્યા છે. જેમકે –
ભગવાને સાધુને વસ્ત્ર પહેરવાની છૂટ આપી છે એમ બતાવવા માટે નગ્નતા પ્રતિપાદક સૂત્રને ગૌણ બનાવી દીધા અને ઓઢવાના વસ્ત્રને પહેરવાના વસ્ત્ર, તરીકે ગણાવવા જેવા બેટા અર્થ કર્યા
વસ્ત્રધારી પણ અપરિગ્રહી જ ગણાય તેમ બતાવવા. માટે અનેક જાતની નવી ગાથાઓ ઉમેરી.
સાધુઓ ભગવાનના વખતમાં પણ વસ્ત્ર પહેરતા. એમ બતાવવા માટે પણ અનેક જાતના ઉમેરા કર્યા.
જિનકલ્પ અને સ્થવિર કલ્પના ભેદ પાડી તે ભેદે, ભગવાને જ પાડેલા છે એમ બતાવવા માટે અનેક જાતના નવા ઉમેરા કર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org