________________
૪૪
મૂળ જૈન ધર્મ અને શ્વેતાંબર સૂત્રો
માન્ય કે અમાન્ય? વેતાંબર સૂત્રશાસ્ત્રો દિગંબર માટે અમાન્ય ગણાય અને વેતાંબર સંપ્રદાયી માટે માન્ય ગણાય એ દેખીતું જ છે પરંતુ જે બિનસંપ્રદાયી છે અને શુદ્ધ જન ધર્મના અનુયાયી રહીને મૂળ શુદ્ધ જૈન ધર્મને અનુસરવા માંગે છે તેને માટે વિચાર કરવાનું રહે છે. કારણ કે૧ અંગ સૂત્રે ભગવાનના ઉપદેશ પ્રમાણે ગણધર મહારાજના
રચેલા મનાય છે. તે ગણધર મહારાજના નિર્વાણ પછી બનેલી અનેક હકીક્ત અને તે પણ ઠેઠ સૂત્રે છેલ્લા લિપિબદ્ધ થયાં ત્યાં સુધીની હકીકત પણ સૂત્રની અંદર આવે છે તે સાબિત કરે છે કે સૂત્રમાં નવા ઉમેરા અને ફેરફાર સારી રીતે કરવામાં આવ્યા છે. એટલે સૂત્રે ભગવાન પ્રણીત રહ્યા નથી. સૂત્રેામાં શરૂઆત એવી રીતે હોય છે કે–જંબૂસ્વામીને પૂછવાથી સુધમાં સ્વામીએ કહ્યું કે–એ ઉપરથી સમજી શકાય છે કે હાલના સૂત્રે જંબુસ્વામી પછી થયેલા
આચાર્યો અથવા આચાર્યોએ રચેલા છે. ૩. આર્ય મહાગિરિના શિષ્યના વખતથી જ નરમ દળે
ભગવાનના વચનેના બેટા અર્થો કરીને પિતાને શિથિલાચાર સૂત્ર સિદ્ધ કરવાના પ્રયત્ન આદર્યા હતા. અને તે પ્રમાણે શિષ્ય પ્રશિષ્યને શિખડાવતાં પરંપરાએ સૌ ખોટા અર્થને સાચા તરીકે માનવા લાગ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org