________________
પૂર્વાચાર્યોએ સૂત્ર શાસ્ત્રોમાં તેમની નવી નવી માન્યતા પ્રમાણે અનેક ફેરફાર અને ઉમેરા ર્યા છે તેથી મૂળ શુદ્ધ જૈન ધર્મ સમજવાની ઘણી મુશ્કેલી પડે છે તેથી સત્ય ધર્મ સમજવા માટે મેં કેટલાક નિયમો બનાવેલા છે તે વાંચકોની જાણ માટે અત્રે આપું છું.
જૈનધર્મ જૈનધર્મ શાશ્વત છે. જૈનધર્મ એક જ છે. દરેક તીર્થકર એક જ જાતને
અને એક જ સરખે જૈન ધર્મ પ્રરૂપે છે. સર્વજ્ઞ તીર્થંકર ભગવાનના વચનમાં ક્યાંય પણ વિરોધ, અસંગતતા કે
વિસંવાદિતા હોય નહિ. સૂત્રોમાં જ્યાં જ્યાં પૂર્વાપર વિધતા ભાસે ત્યાં ત્યાં નવા ફેરફાર કે ઉમેરા થયેલા છે એમ નક્કી માનવું જોઈએ.
જ્ઞાની
જ્ઞાની પિતાના જ્ઞાનને આચારમાં ન મૂકે તે શુષ્ક જ્ઞાની કહેવાય. મતુભેદને ટાળે તે સાચે જ્ઞાની સાચે જ્ઞાની કદી મતભેદ ઉત્પન્ન કરે નહિ, મતભેદને પિષે નહિ કે
વધારે નહિ. અને એવું કરે તે નિશ્ચયે અજ્ઞાની. જ્ઞાનીને તેમના જ્ઞાન માટે આદર હોય એટલે કે જ્ઞાનીના સત્યજ્ઞાન
માટે આદર હોય. પણ છવાસ્થ જ્ઞાનીના જ્ઞાનમાં જેટલે અંશે
અસત્યતા હોય તેટલા અંશને તે અનાદર જ હેય. પૂર્વાચાર્યો વિદ્વાન જ્ઞાની હતા તેની સાથે જ તેઓ સંપ્રદાય વાદી
પણ હતા જ. તેમણે સંપ્રદાય મોહથી મૂળ સિદ્ધાંત વિરુદ્ધ
લખ્યું હોય તો તે અસ્વીકાર્ય ગણાય. જ્ઞાનીના અસત્ય વચનને પણ સત્ય તરીકે સ્વીકારી લેવા તે તે અંધ
શ્રદ્ધા અને મિથ્યાત્વ જ ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org