________________
પ્રસ્તાવના
જૈન ધર્મના જુદા જુદા સંપ્રદાયની એકતા કેમ થાય તેને વિચાર કરવા માટે, ધર્મમાં જુદાઈ થવાના એટલે સંપ્રદાય થવાનાં કારણે જાણવાની જરૂર રહે છે. અને તે કારણોમાં સત્ય શું છે અને ભૂલ કોની છે તે જાણવાની જરૂર રહે છે. કારણ કે ભૂલની સમજ પડે ત્યારે ભૂલ કરનારને તે ભૂલ સુધારવાની ઈચ્છા થાય,
જ્યાં સુધી સંપ્રદાયવાદીને પિતાની ભૂલની ખબર પડે નહિ ત્યાં સુધી તે પિતાની માન્યતાને સાચી જ માને તેથી ભૂલ સુધારવાને પ્રસંગ પ્રાપ્ત થાય નહિ.
દરેક સંપ્રદાયને પિતાની ભૂલની ખબર પડે અને તેની ખાત્રી થાય તે પછી સત્યધર્મ તરફ વળવાનું તેનું દિલ થાય. અને ત્યારે બધા સંપ્રદાયમાં એકતા થવાનો સંભવ પ્રાપ્ત થાય. તેથી જૈન ધર્મની એકતા સાધ્ય કરવા માટે સંપ્રદાયમાં જે જે બેટી માન્યતાઓ ઘર કરી બેઠેલી છે તે બતાવવાની જરૂર રહે છે.
બે વર્ષ પહેલાં “જૈન ધર્મ અને એકતા” નામનું પુસ્તક પ્રગટ કરીને મેં મતભેદના મુખ્ય ચાર મુદ્દાઓ સંબંધી વિવેચન કરીને એકતા અથવા સમન્વય કેમ થાય તે બતાવવાનો પ્રયત્ન કર્યો હતો.
તે ઉપરાંત મતભેદના ઘણું મુદ્દાઓ બાકી છે અને તે દરેક મુદ્દાને શાસ્ત્રીય રીતે વિચાર કરીને સત્ય શું છે તે બતાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી આ પુસ્તકમાં કેટલાક મતભેદો સંબંધી અતિહાસિક વિગતો તથા શાસ્ત્રીય રીતે વિસ્તૃત વિવેચન સહિત છણાવટ કરવામાં આવેલ છે. અને તે દરેકમાં સત્ય શું છે બતાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org