________________
મૂળ જૈન ધર્મ અને
:::::
':
':
', ' ', ' _*
નામને ધ્યાનયોગ ધારણ કરી રહેલ હતા તેથી સંમેલનમાં આવી શકયા નહોતા. અને સમેલન મુનિશ્રી સ્થૂળભદ્રની અધ્યક્ષતામાં મળ્યું હતું.
જેમને જે જે યાદ હતું તે તે દરેક મુનિ કહેતા ગયા. તે તે રીતે પહેલા અગીઆર અંગસૂત્રે બરાબર વ્યવસ્થિત થઈ ગયા. પરંતુ બારમું દૃષ્ટિવાદ અંગે જાણનાર ત્યાં કોઈ નહોતું. બારમું દષ્ટિવાદ અંગ એક ફક્ત શ્રી ભદ્રબાહુ સ્વામીને યાદ હતું. અને તેઓ તે નેપાલમાં “મહાપ્રાણ” દયાન ધરતા હતા. - તેથી શ્રમણઘે તેમના પ્રતિનિધિ તરીકે બે સાધુઓને નેપાલ મેકલ્યા અને ભદ્રબાહુ સ્વામીને કહેવડાવ્યું કે હે પૂજ્ય ક્ષમાશ્રમણ ! વર્તમાન કાળમાં આપ જિનતુલ્ય છે. તેથી પાટલીપુત્રમાં ભ. મહાવીરનો સંધ આપને પ્રાર્થના કરે છે કે આપ વર્તમાન શ્રમણ સંધને પૂર્વશ્રતની વાચના આપે. - ભદ્રબાહુ સ્વામીએ કહ્યું – શ્રમણ ! હું આ સમયે તમને વાચના દેવા અસમર્થ છું. અને હું મારા આત્મિક કાર્યમાં લાગેલો હોવાથી મને વાચનાનું પ્રયોજન પણ શું?
શ્રમણ-ક્ષમાશ્રમણ ! સંઘની પ્રાર્થનાનો અનાદર કરવાથી આપને કે દંડ મળી શકે તેને વિચાર કરે.
ભદ્રબાહ–હું જાણું છું કે સંધ એમ બોલનારનો બહિષ્કાર કરી શકે.
શ્રમણ જાણવા છતાં આપ સંઘની પ્રાર્થનાનો અનાદર કરો છે તે આપને સંધમાં સામિલ કેમ રાખી શકાય ? અમે આપને વિનંતિ કરીએ છીએ છતાં આપ વાચન દેવા તૈયાર નથી તેથી શ્રમણ સંઘ આજથી તમારી સાથે બારે પ્રકારને વ્યવહાર બંધ કરે છે.
ભદ્રબાહુ—શ્રમણ ! હું પાટલીપુત્રમાં આવીને વાચના આપી શકું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org