________________
૨૫
હાલના સંપ્રદાયે પ્ર. ૩. તેમ નથી. પણ તમે બુદ્ધિમાન અને ગ્રહણ કરવાની શકિતવાળા શ્રમણોને અહીં મોકલે તે હું તેમને એક શરતે વાચના આપીશ. તે શરત એ કે મારું ધ્યાન પૂરું ન થાય ત્યાં સુધી તેઓ મને બેલાવે નહિ (ભારી સાથે વાતચીત કરે નહિ) અને હું તેમને બોલાવીશ નહિ. પણ હું તેમને પ્રતિદિન સાત સાત વાચના આપીશ. તે આ પ્રમાણે–એક વાચના ગેચરીથી આવ્યા પછી, ત્રણ વાચના ત્રણ કાળ વેળાએ અને ત્રણ વાચના સાંજના પ્રતિક્રમણ પછી.
શ્રમણજેમ આપ કહેશો તેમ આપની મરજી પ્રમાણે કરીશું.
તેઓએ પાટલીપુત્ર પાછા આવી સંધને સવિસ્તર હકીકત જણાવી. પછી ૫૦૦ બુદ્ધિમાન મુનિઓ અને તેમની દરેકની વૈયાવૃત્ય માટે બેબે એટલે ૧૦૦૦ મુનિઓ વૈયાવૃત્ય માટે એમ એકંદર પંદરસો મુનિઓ નેપાલમાં શ્રી ભદ્રબાહુ સ્વામી પાસે આવ્યા. અને તેમણે કહ્યા પ્રમાણે બધાને વાચા આપવા માંડી.
આ પ્રમાણે કટકે કટકે અને બહુ થોડી વાચના મળતી હોવાથી મુનિઓને સંતોષ થતો નહતો. અને તેથી કંટાળીને વાચના લેવાવાળા મુનિઓ ધીરે ધીરે ચાલી જવા લાગ્યા. એમ કરતાં છેવટ એક મુનિ યૂળભદ્ર જ રહ્યા.
સ્થૂળભદ્ર આઠ વર્ષ રહ્યા અને તેટલા વખતમાં તેઓ આઠ પૂર્વનું અધ્યયન પૂરૂ કરી શક્યા. અને ત્યારે ભદ્રબાહુ સ્વામીની “મહાપ્રાણ ધ્યાન”ની યોગસાધના પણ પૂરી થઈ ગઈ. ત્યારે તેમણે પહેલવહેલી યૂળભદ્ર સાથે વાત કરતાં પૂછવું કેમ મુનિ ! તમને ભિક્ષા કે સ્વાધ્યાય ગમાં કઈ તકલીફ તો નથી ?
સ્થૂળભદ્ર–નહીં ભગવનએ કંઈ તકલીફ નથી. પણ હું આપને પૂછવા ઈચ્છું છું કે અત્યાર સુધીમાં હું કેટલું શિખ્યો અને કેટલું બાકી છે.
ભદ્રબાહુ –તે સરસવ જેટલું ગ્રહણ કર્યું છે અને મેરૂ પર્વત જેટલું બાકી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org