________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
४८७ શ્રી આવશ્યક સૂત્રમાં સેવા સમાસના એ પાઠ કહી દેવતાની આશાતનાને મિચ્છામી દુક્ક8 દેવામાં આવે છે.
શ્રી ઠાણુગ સૂત્રના પાંચમા ઉદ્દેશે કહ્યું છે કે–સમ્યગદ્રષ્ટિ દેવની આશાતના કે નિંદા કરવાથી જીવ ચીકણું કર્મ બાંધે છે અને દુર્લભધિ થાય છે એટલે તેને જૈન ધર્મની પ્રાપ્તિ જન્માંતરમાં દેહિલી થાય છે.
પાંચ સ્થાનકે જવ દુર્લભબોધિપણાનું કર્મ બાંધે અને જૈન ધર્મની પ્રાપ્તિ દેહિલી કરે છે તે આ પ્રમાણે
(૧) અરિહંત ભગવાનને અવર્ણવાદ-નિંદા કરવાથી. (૨) અરિહંત ભગવાને પ્રરૂપેલ ધર્મના અવર્ણવાદ બલવાથી. (૨) આચાર્ય ઉપાધ્યાયના અવર્ણવાદ બોલવાથી. (૪) ચતુર્વિધ સંઘને અવર્ણવાદ બલવાથી.
(૫) પાછલા ભવમાં પરિપૂર્ણ તપ તથા બ્રહ્મચર્ય શુદ્ધપણે પાળવાથી દેવપણું પામ્યા એવા સમ્યગદષ્ટિ દેવોની નિંદા અવર્ણવાદ બલવાથી.
આ પાંચ કારણથી જીવ દુર્લભધિપણાને ઉપાર્જન કરે. તેથી શ્રદ્ધાપૂર્વક જૈનધર્મની ફરીવાર પ્રાપ્તિ થવી મુશ્કેલ થઈ જાય.
અને તેમના ગુણગ્રામ કરવાથી જીવ સુલભ બેધિ થાય એટલે જિનભાષિત ધર્મને સુખે કરી પામવાવાળો થાય.
પ્રશ્ન ૨૩–અસંખ્યાત વર્ષોની પ્રતિમાઓ હેવાનું કહે છે પણ પુગળની સ્થિતિ તેટલા વર્ષની ન હોવાથી શી રીતે રહી શકે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org