________________
૪૮૨
મૂળ જૈન ધર્મ અને
એથી ઊલટુ, મિથ્યાત્વી દેવની વાત જુએ. શ્રી ઉપાસક દશાંગસૂત્રમાં ગેાશાળાના ભક્ત મિથ્યાત્વી દેવે કુ ંડકૅાલિક શ્રાવકને જૈન ધર્મથી ભ્રષ્ટ કરવા ઘણા ઉપાય કર્યા. કુંડકાલિકે તે દેવને ઘણી યુતિથી શુદ્ધ ધર્મના ખાધ કર્યા છતાં તેણે પેાતાની હઠ ન છેાડી.
શ્રી રાજપ્રશ્નીય સૂત્રમાં કહ્યું છે કે સૂર્યાભદેવે તેના આભિયાગિક દેવાની સાથે ભગવાન શ્રી મહાવીર સ્વામી પાસે આવી વદના કરીને પછી સમવસરણ રચી ભક્તિ કરવાની ઈચ્છા જાહેર કરે છે. ત્યારે શ્રી વીર પ્રભુએ શ્રીમુખે ફરમાવ્યુ છે કે
ચિર કાળથી દેવતાઓએ આ કામ કર્યું છે. હે દેવાનુપ્રિય ! તમારા એ આચાર છે, તમારૂ એ કર્તવ્ય છે, તમારી એ કરણી છે. તમારે એ આદરવા યેાગ્ય છે. મે તથા બીજા તમામ તીર્થંકરાએ અનુજ્ઞા આપેલી છે.
આ પ્રમાણે સાક્ષાત ભગવાને જ વખાણુ કરેલ છે.
ભગવાનનાં પાંચે કલ્યાણકા વખતે દેવે ભારે મહાત્સવ કરે છે. એમ જદ્દીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં કહ્યુ છે.
શ્રી જિનશ્વરદેવનાં અસ્થિઓને કેવા ઉત્તમ ભાવથી અનેક અસુરકુમાર દેવદેવીઓ તથા ચમર અસુરૅદ્ર વગેરે પૂજે છે તેનુ વર્ણન તથા મૂળ શ્રી ગૌતમ સ્વામીના પૂછ્યાથી શ્રી મહાવીર પરમાત્માએ શ્રી ભગવતી આદિ સૂત્રામાં ફરમાવ્યું છે.
શ્રી જમૂદ્રીપ પ્રજ્ઞપ્તિમાં પણુ દાઢાના અધિકારે કહ્યું છે કે— કેટલાક દેવા જિન ભકિત જાણી તથા કેટલાક ધર્મ જાણી પ્રભુની દાઢા અસ્થિઆને લીએ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org