________________
૪૮૮
મૂળ જૈન ધર્મ અને ઉત્તર–શ્રીભગવતી સૂત્રમાં પુગળની સ્થિતિ બતાવી છે તે દેવસહાય વિનાની સ્વાભાવિક સ્થિતિ વર્ણવેલી છે. પણ જેની દેવ રક્ષા કરે તે તો અસંખ્યાત વર્ષ રહી શકે છે.
શ્રી જબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સત્રમાં લખ્યું છે કે
ભરત ચક્રવર્તી દિગ્વિજ્ય કરી ઋષભકૂટ પહાડ પર આવી, આગળ થઈ ગયેલા અનેક ચક્રવર્તાઓનાં નામ લખેલા જોઈ, એક ચક્રવર્તીનું નામ ભુસાડી નાખી પિતાનું નામ લખે.”
હવે વિચાર કરે કે–ભરત ચક્રવર્તી પહેલાં અઢાર ડોક્રેડી સાગરોપમને ભરતક્ષેત્રમાં ધર્મને વિરહ રહેલો છે. તે તેટલા અસંખ્યાના કાળ સુધી મનુષ્ય લિખિત નામ રહ્યો કે નહિ ? રહ્યાં જ રહ્યાં. તો પછી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આદિથી મૂર્તિઓ દેવતાની મદદથી રહે તેમાં શી નવાઈ?
ઋષભકૂટ આદિ પહાડ શાશ્વતા છે. પણ નામ તે કૃત્રિમ છે. જે નામ પણ શાશ્વતાં હોય તે તે ભૂંસી શકાય નહિ.
વળી કોઈ કહે કે–પૃથ્વી કાય તો ૨૨૦૦૦ બાવીશ હજાર વર્ષથી વધારે ન રહે તો શું દેવતા આયુષ્ય વધારવાને સમર્થ છે !
તેના જવાબમાં કહેવાનું કે–મૂર્તિ પૃથ્વીકાય જીવ નથી પણ અજીવ વસ્તુ છે, તેને અનુપમ દેવશક્તિથી અગણિત વર્ષે પર્યત પણ રાખી શકાય છે. કારણ કે જૈન શાસ્ત્રાનુસારે કોઈ પણ પુગળ દ્રવ્યનો સર્વથા નાશ અનંતા કાળે પણ ન થાય. અર્થાત દ્રવ્યની અપેક્ષાએ તમામ પુદ્ગળ શાશ્વતા છે! પર્યાયની અપેક્ષાએ અશાશ્વતા છે!
જેમકે પર્વતમાં એક પત્થરને ટુકડે લીએ તે તે ટુકડાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org