________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
૪૮૩
હિસાબે સમ્યગદષ્ટિ દેવને ચારિત્રની અપેક્ષાએ નો ઘમિત્રા, વઢ કે નો સંયતિ કહેલા છે. પણ સમ્યગદર્શન કે જ્ઞાનની અપેક્ષાએ નહિ. નો સંયતિ આદિ પદોને અર્થ સાધન કે અતિ આદિ કરવાને નથી પણ ઈષતુધર્મ, ઇષસંયમી આદિ કરવાને છે.
શ્રી ભગવતી સૂત્રના પાંચમા શતકના ચોથા ઉદેશામાં
દેવતાને અસંયતિ ન કહેવાય અને કોઈ એમ બેલે તો મહાનિધુર વચન બેલ્યું ગણાય. દેવતાને સંયતિ કહીએ તો અભ્યાખ્યાન લાગે અને દેવને સંયતાસંયતિ કહીએ તો અસદભૂત વચન કહેવાય, માટે દેવતાઓને નો સંયતિ કહેવા.
શ્રી આચારાંગ સૂત્ર, દશાશ્રુત સ્કંધ સૂત્ર, જ્ઞાતા સૂત્રમાં કહ્યું છે કે-લોકાંતિક દેવતાઓ અનંતકાળથી સ્વયંબુદ્ધ એવા શ્રી તીર્થકર દેવોને દીક્ષાના કાળનું સ્મરણ કરાવવા પ્રતિબંધે છે કે“હે ભગવન! જગતને હિતકર તીર્થ પ્રવર્તાવ ”
શ્રી દશવૈકાલિક સૂત્રમાં દેવતાઓને મનુષ્ય કરતાં મહાવિવેકી અને બુદ્ધિમાન કહ્યા છે–
धम्मो मंगल मुकिळं, अहिंसा संजमो तवो ।
देवावि तं नम संति, जस्स धम्मसया मणो ॥
અર્થ-જેમનું મન ધર્મના વિષયમાં સદા પ્રવર્તમાન છે તેમને દેવતાઓ પણ નમસ્કાર કરે છે (તે મનુષ્ય કરે તેમાં નવાઈ શી ?)
વળી શ્રી ઠાણાંગ સૂત્રમાં દેવતાઓ કેવી શુદ્ધ ભાવના ભાવી પિતાના આત્માને નિદે છે તથા પિતાના પૂર્વ જન્મના ગુરુનું કેટલું બધું સન્માન કરે છે તે નીચેના પાઠથી સમજાશે–
(મૂળ પાઠ લાંબે હેઈ છેડી દીધો છે પણ તેને અર્થ નીચે આપે છે–ન. ગિ. શેઠ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org