________________
૪૮૪
મૂળ જૈન ધર્મ અને અર્થ–દેવ લોકમાં ન ઉત્પન્ન થયેલા દેવતા દિવ્ય કામ ભોગમાં મૂચ્છિત થતો નથી. કામ ભોગોને અનિત્ય જાણું અતિ વૃદ્ધ, અતિ આસક્ત થતું નથી. તે મનમાં વિચારે છે કે—મારા મનુષ્ય ભવના ધર્મોપદેષ્ટા આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણિ, ગ૭ના સ્વામી કે જેમના પ્રભાવથી આ પ્રત્યક્ષ દેવતાની ઋદ્ધિ, દિવ્ય કાંતિ, દિવ્ય દેવપ્રભાવ હું સમ્યગ્મા પામ્યો છું. માટે હું જાઉં, તે ઉપકારી ભગવંતને હું વાંદું, નમસ્કાર કરૂં, સત્કાર કરૂં, સન્માન કરૂં. કલ્યાણકારી દેવચૈત્ય-જિનપ્રતિમાની સેવા કરીએ તેમ સેવા કરૂં. ઇત્યાદિ.
ભાવાર્થ( વળી દે એવો વિચાર કરે છે કે–) મનુષ્ય ભવમાં મોટા મોટા જ્ઞાની મહાત્માઓ છે અને તપસ્વીઓ છે, અતિ ઉત્કૃષ્ટ કરણના કરનાર છે, સિદ્ધગુફા, સર્પાબિલે કાઉસગ્ગ કરનારા છે. દુષ્કર બ્રહ્મચર્યને પાળનાર છે. માટે હું જાઉં, એવા ભગવાનને વાંદું, નમસ્કાર કરૂં. યાવતું સેવા ભક્તિ કરું.
ફરી પણ તેઓ ખેદ કરે છે કે–
એહે હે ! દશ દષ્ટાંતે દુર્લભ એવો મનુષ્ય જન્મ પામી પૂર્વભવમાં ગુરુ મહારાજના વેગે તપ સંયમ ગ્રહણ કરી પ્રમાદ છેડ્યો નહિ, તપ સંયમ રૂડી રીતે પાળ્યા નહિ, આળસથી ગુરુ તથા સાધમની વૈયાવચ્ચ પૂર્ણ રીતે કરી નહિ, સિદ્ધાંત પૂરું ભણ્યો નહિ, ચારિત્રની મયાદા લાંબા વખત સુધી ઉત્તમ રીતે પાળી નહિ, હવે એ સંજોગ ફરી હું કયાં પામીશ અને ક્યારે હું હૃદયમાં શુભ ધ્યાનને ધ્યાવીશ, મોક્ષપદને હું કયારે પ્રાપ્ત કરીશ? જેથી ગર્ભાવાસમાં ફરીથી આવવાનુ છૂટી જાય.
ઈત્યાદિ ઠાણાંગ સૂત્રમાં કહ્યા મુજબ દેવો ઘણે પ્રકારે શુભ ભાવનામાં લીન થાય છે અને જિનરાજની આજ્ઞાનું પાલન કરે છે.
સમ્યગદષ્ટિ દેવતાઓએ સાધુ તથા શ્રાવકને ઉપદેશ આપી જેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org