________________
४६८
મૂળ જૈન ધર્મ અને
જુદા જુદા આકાર આપવાથી જ પોતાના અર્થોનું સ્પષ્ટ ભાન કરાવાય છે. માટે નિરાકાર વસ્તુને સ્પષ્ટ બેધ તેને આકાર આપ્યા સિવાય કરી શકાતે જ નથી.
પ્રશ્ન ૧૧.–શ્રી કષભદેવ સ્વામીના બાકીના ત્રેવીશ તીર્થકરોના જીવ સંસારમાં ભટકતા હતા છતાં તે સમયે તેમને વંદન કરવામાં ધર્મ કેવી રીતે સંભવે?
ઉત્તર–શ્રી ઋષભદેવ સ્વામીના વખતમાં બાકીના ત્રેવીશ તીર્થકરને વંદના કરવાનો વિષય દ્રવ્ય નિક્ષેપાને આશ્રયી છે. દ્રવ્ય વગર ભાવ, સ્થાપના કે નામ કશું યે ન હેઈ શકે.
શ્રી ઋષભદેવ ભગવાને જે જીવોને મોક્ષ ગામી બતાવ્યા તે સર્વે પૂજવા લાયક છે. જેમ કોઈ ધનાઢ્ય શાહુકારનાં હાથે લખાએલી તેની સહી સિક્કાવાળી અમુક મુદતની હુંડી હેય તો તેની રકમથી મુદત પૂરી થયાં પહેલાં પણ કામ કાઢી શકાય છે. તેવી રીતે મોક્ષગામી ભવ્ય જીવોની શ્રી ઋષભદેવ સ્વામીએ આપેલી ખાત્રી રૂપી હુંડી, તેને કોણ વિચારવંત પુરુષ અસ્વીકાર કરશે ?
ભગવાનની ખાત્રી રૂપ પ્રબળ કારણને લઈને બાકીના ત્રેવીશ તીર્થ કરે તે સમયને આશ્રયીને વંદનીય હતા. વળી એ સંબંધમાં શ્રી આવશ્યક સૂત્રમાં મૂળ પાઠ પણ છે કે
चत्तारि अठ दस दोय वंदिआ जिणवरा चउव्वीसं
અર્થાતુ–ચારે દિશામાં અનુક્રમે ચાર, આઠ, દશ તથા બે એમ વીશ તીર્થકરોનાં બિંબ શ્રી ભરત મહારાજાએ અષ્ટાપદ પર્વત ઉપર સ્થાપન કરેલાં છે.
એ બાબતમાં નિતિકાર શ્રી ભદ્રબાહુ સ્વામીએ ખુલાસો કર્યો છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org