________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
४६८ ભરતરાજાએ શ્રી ઋષભદેવ સ્વામીને આ ચોવીશીમાં થનારા તીર્થકરોના નામ, લાંછન, વર્ણ શરીરનું પ્રમાણ વગેરે પૂછીને તે પ્રમાણે શ્રી અષ્ટાપદ ગિરિ ઉપર જિનમંદિર બનાવી સર્વ તીર્થકરની પ્રતિમા આબેહુબ આકારની સ્થાપના કરી.
આથી સિદ્ધ થાય છે કે વીશ તીર્થ કરે થયા પહેલાં પણ તેમની મૂર્તિઓ મદિરો વગેરે દ્વારા ભકિત કરવાને રિવાજ સનાતન કાળથી ચાલ્યો આવે છે. અને તેને મહાન જ્ઞાની પુરુષોએ પણ સ્વીકારેલો છે.
પ્રશ્ન ૧૨–ભૂતિ તે એકેન્દ્રિય પાષાણની હેવાથી પહેલા ગુણસ્થાનકે છે તેને ચેથા પાંચમા ગુણસ્થાનકવાળા શ્રાવક તથા છઠા સાતમા ગુણસ્થાનકવાળા સાધુ કેમ વંદન પૂજન કરે?
ઉત્તર–પહેલાં તો મૂતિને એકેન્દ્રિય કહેનાર પુરુષ જૈન શાસ્ત્રોથી અજ્ઞાત છે. ખાણમાંથી ખોદી કાઢેલ પત્થર શસ્ત્રાદિ લાગવાથી સચિત્ત રહેતો નથી એમ શાસ્ત્રકારે ફરમાવે છે. અચિત્ત વસ્તુમાં ગુણસ્થાનક ન હોય.
હવે જે ગુણસ્થાનક રહિત વસ્તુને માનવાને સર્વથા નિષેધ કરશે તે પણ મહાદોષના ભાગી થવાશે કારણ કે સિદ્ધ ભગવાન સર્વથા ગુણસ્થાનક રહિત છે. છતાં તેઓશ્રી અરિહંત દેવ પછી સર્વથી પ્રથમ નંબરે પૂજવા લાયક છે, ગુણ ઠાણું સંસારી જીવોને હોય છે, સિદ્ધના જીવોને નહિ.
બીજી વાત એ છે કે–જેમ પત્થરની મૂતિને ગુણસ્થાનક નથી તેમ કાગળ આદિથી બનેલાં પુસ્તકને પણ કયું ગુણસ્થાનક છે? છતાં પ્રત્યેક મતના અનુયાયીઓ પોતપોતાના ગ્રંથનું બહુમાન કરે છે; ઊંચે આસને મૂકે છે તથા મસ્તકે ચડાવે છે. તેની સર્વ પ્રકારની આશાતનાઓ વજે છે. થેંકના છાંટા કે પગની ઠાકર તેને લાગી જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org