________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
૪૬૧
ઉત્તર–મનુષ્યના મનમાં એવી તાકાત નથી કે તે નિરાકારનું ધ્યાન કરી શકે. ઇકિયેથી ગ્રહણ થઈ શકે તેટલી જ વસ્તુઓને વિચાર મન કરી શકે છે. તે સિવાયની વસ્તુઓની કલ્પના પણ મનને આવી શકતી નથી.
જેટલા રંગ જોવામાં આવે, જે જે વસ્તુને સ્વાદ લેવામાં આવે, જેને જેને સ્પર્શ કરવામાં આવે, ગંધ સુંઘવામાં આવે કે શબ્દ શ્રવણ કરવામાં આવે તેટલાને જ વિચાર મન કરી શકે છે તે સિવાયના રંગ, રૂપ, ગંધ આદિનું ધ્યાન, સ્મરણ કે કપના કરવી તે પણ મનુષ્ય શક્તિની બહારની વાત છે.
કોઈએ પરણચંદ નામના મનુષ્યનું નામ સાંભળ્યું છે તેને નજરે જેએલ નથી તેમ તેની છબી પણ જોઈ નથી. તો શું નામ માત્રથી પુરણચંદ નામના માણસનું ધ્યાન થઈ શકવાનું હતું ? નહિ. તેમ ભગવાનને પણ સાક્ષાત અથવા તેમની મૂર્તિ દ્વારા જેમણે જોયા નથી તેઓ તેમનું ધ્યાન કેવી રીતે કરી શકવાના હતા ?
જ્યારે જ્યારે ધ્યાન કરવું હશે ત્યારે ત્યારે કોઈને કોઈ વસ્તુ દષ્ટિ સમીપ રાખવી જ પડશે. ભગવાનને તિ સ્વરૂપ માની તેમનું ધ્યાન કરનાર તે જ્યોતિને શુકલ, શ્યામ આદિ કોઈ ને કોઈ વર્ણવાળી માનીને જ તેનું ધ્યાન કરી શકશે.
સિદ્ધ ભગવતેમાં એવું કોઈ પણ પૌદગલિક રૂ૫ છે જ નહિ. સિદ્ધોનું રૂ૫ અપૌદગલિક છે. તેને સર્વ કેવળજ્ઞાની મહારાજ સિવાય કોઈ જાણી શકતું નથી. શ્રી સિદ્ધચક્ર યંત્રમાં શ્રી સિદ્ધ ભગવતેની લાલ વર્ણ તરીકે કલ્પના કરવામાં આવી છે તે ફકત ધ્યાનની સગવડતા માટે છે, પરંતુ વાસ્તવિક નથી. નિરાકાર સિદ્ધનું ધ્યાન અતિશય જ્ઞાની સિવાય બીજા કોઈ પણ કરવાને સમર્થ નથી.
કઈ કહેશે કે–અમે મનમાં માનસિક મૂતિને કપીને સિધ્ધ ભગવાનનું ધ્યાન કરીશું. પરંતુ પથરની જડ મૂતિને નહિ માનીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org