________________
મૂળ જૈન ધર્મ અને
દુષ્ટ પરિણામવાળા પુરુષને મૂર્તિના દર્શન આદિથી કાંઈ ફાયદા થતો નથી. ઊલટો અશુભ પરિણામથી કર્મને બંધ થાય એ અપેક્ષાએ મૂર્તિ વીતરાગ સદશ નથી એમ કહેવું હોય તો કહી શકાય. પણ તેથી તેનામાં તારવાની શક્તિ છે તે ચાલી જતી નથી.
સાકર મીઠી છતાં ગર્દભને ભાવતી નથી, ઊલટું નુક્સાન કરે છે. તેથી કાંઈ સાકરનો સ્વાદ નષ્ટ થઈ જતો નથી.
તેમ મૂર્તિ પણ મિથ્યાષ્ટિ જીવોને ન રુચે તો તેની મેક્ષદાયકતા ચાલી જતી નથી.
પ્રશ્ન ૮–પત્થરની મૂર્તિમાં પ્રભુના ગુણનું આજે પણ શી રીતે થાય?
ઉત્તર–શણુ વગેરે હલકી વસ્તુઓને સ્વચ્છ કરી તેના સફેદ કાગળ બને છે. તે કાગળ ઉપર પ્રભુની વાણીનાં શાસ્ત્રો લખાય છે, ત્યારે તે શાસ્ત્રોને તમામ જાતના લોકો પ્રભુ તુલ્ય પૂજનીય ગણે છે. તેમ, ખાણના પત્થરોમાંથી મૂર્તિ બને છે અને તે મૂર્તિમાં ગુરુઓ સૂરિમંત્રના જાપ વડે પ્રભુના ગુણોનું આરોપણ કરે છે, તે વખતે એ મૂર્તિ પણ પ્રભુતુલ્ય પૂજનીય બને છે.
કોઈ ગૃહસ્થને દીક્ષા આપતી વખતે ગુરુ તેને દીક્ષા મંત્ર (કરેમી ભતે સૂત્ર) સંભળાવે છે કે તુરત લોકો તેને સાધુ માની વંદના કરે છે. જો કે તે વખતે તે નવદીક્ષિત સાધુમાં સાધુના સત્તાવીશ ગુણો પ્રગટી નીકળેલા જ હેય તે નિયમ નથી. છતાં તે ગુણનું તેનામાં આરોપણ કરીને તેને વંદના થાય છે. '
તેમ મૂર્તિ પણ ગુણરોપણુ બાદ પ્રભુ તુલ્ય વંદનીય બને છે. તેથી લોકો તેને વાંદે પૂજે અને નમસ્કાર આદિ કરે તે તદ્દન વ્યાજબી છે.
પ્રશ્ન ૯–નિરાકાર ભગવાનની ઉપાસના ધ્યાનદ્વારા થઈ શકે છે. તો પછી મૂર્તિ પૂજા માનવાનું શું કારણ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org