________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
૪૫૯
જેમ અહીં બેઠાં મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજતા શ્રી સીમંધર સ્વામીને સર્વે જૈના નમસ્કાર કરે છે, ત્યારે માર્ગમાં લાખ્ખા ઘર, વૃક્ષા, પર્વતા આદિ અનેક વસ્તુ આડી આવે છે તે નમસ્કાર તે વસ્તુને થયેા કે શ્રી સીમધર રવામીને ?
જો કહેશે! કે—નમસ્કાર કરવાના ભાવ ભગવાનને હાવાથી ભગવાનને જ નમસ્કાર થયેા. ખીજી વસ્તુને નહિ. તથા કેવળજ્ઞાનથી ભગવાન પણ તે વદનાને તેમ જ જાણે છે.
તેા પછી—તેવી રીતે મૂર્તિારા પણ ભગવાનના ભાવ લાવી વદન પૂજન કરવામાં આવે તેને શું ભગવાન નથી જાણતા ?
એ રીતે સાધુને વદન નમસ્કાર કરતાં પણ, તેમના શરીરને વદન થાય છે કે જીવને? જો શરીરને નમસ્કાર કરવામાં આવે છે તા, જીવ તા શરીરથી જુદી વસ્તુ છે અને જો જીવને નમસ્કાર કરવામાં આવે છે તે વચમાં કાયાની આડ રહેલી છે. અને કાયા એ જીવથી જુદું પુદ્દગળ દ્રવ્ય છે.
જો કહેશેા કે—એ પુદ્દગળ દ્રવ્ય સાધુનું જ ને !
તે પછી મૂતિ પણ દેવાધિદેવ શ્રી વીતરાગ પ્રભુની જ છે એમ કેમ વિચારી શકતા નથી ?”
મુનિની કાયાને વદન કરવાથી જેમ મુનિને વદન થાય છે તેમ. શ્રી વીતરાગ પ્રભુની મૂર્તિને વંદન કરવાથી સાક્ષાત શ્રી વીતરાગ પ્રભુને જ વંદન થાય છે.
પ્રશ્ન છ—મૂતિમાં શું વીતરાગના ગુણા છે ?
ઉત્તર-—એક અપેક્ષાએ છે અને એક અપેક્ષાએ નથી, પૂજકપુરુષ મૂર્તિમાં વીતરાગભાવનું આરેાપણુ કરીને પૂજા કરે છે ત્યારે તે મૂર્તિ વીતરાગ સંદેશ જ બને છે. એ અપેક્ષાએ શ્રી જિનમૂર્તિ શ્રી જિનવર સમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org