________________
૪૫૮
મૂળ જૈન ધર્મ અને થવાનું અવશ્ય બની આવે તથા પરિણામે દિલમાં કામ વિકારે જાગૃત થઈ આવે એ વગેરે અનિષ્ટોને પૂરેપૂરો ભય છે.
સૂત્રકાર મહર્ષિઓની આજ્ઞા નિષ્ઠયોજન કે વિના વિચાર્યું હોઈ શકે નહિ. એ ઉપરથી નિશ્ચય થાય છે કે મનને સ્થિર કરી શુભ ધ્યાનમાં લાવવા માટે શુભ એવું સ્થિર આલંબન શ્રી જિનરાજની શાંતમૂર્તિ જેવું બીજું એક પણ નથી.
આથી બીજી વાત એ પણ સિદ્ધ થાય છે કે ઉત્તમ ધ્યાન અને મનની એકાગ્રતા કરવાની અપેક્ષાએ શ્રી જિનમૂર્તિને દરજજો સાક્ષાત જિનરાજ કરતાં પણ વધી જાય છે. અને એવા જ કારણે શ્રી રાયપાસેય આદિ શાસ્ત્રગ્રંથમાં સાક્ષાત તીર્થકર દેવને વંદન નમસ્કાર કરતી વેળા રેવયે વે ઇત્યાદિ પાઠો છે. અર્થાત્ જેવી હું જિનપ્રતિમાની ભક્તિ કરું છું તેવી જ અંતરંગ પ્રીતિથી આપની (સાક્ષાત અરિહંતની) ભક્તિ કરું છું.
વળી સાક્ષાત ભગવાનને નમસ્કાર કરતી વખતે—સિદ્ધિ નામ, ચાi સંપાવિક કામસ–સિદ્ધિગતિ નામના સ્થાન મેળવવાની ઈચ્છાવાળા એમ બોલવામાં આવે છે અને શ્રી જિનપ્રતિમાની સામે–સિદ્ધિવર્લ્ડ નામય કાળે સંપત્તા–સિદ્ધિ ગતિ નામના સ્થાનને પ્રાપ્ત થઈ ચુકેલા. એમ કહેવામાં આવે છે. એ વગેરે પાઠોનું ખરું રહસ્ય સમજી, પૂર્વાચાર્યોએ અત્યંત બહુમાનપૂર્વક પ્રમાણિક કરેલ શ્રી જિનપ્રતિમાને અંતરંગ આદર કરવો જોઈએ.
પ્રશ્ન –જિન પ્રતિમાને નમસ્કાર કરવાથી તે નમસ્કાર મૂતિને થયે, ભગવાનને નહિ.
ઉત્તર–મૂર્તિ અને ભગવાન સર્વથા જુદા નથી. એ બેમાં કથંચિત અભેદ છે, મૂર્તિ એ જિનેશ્વરની સ્થાપના છે. શ્રી જિન મૂતિને નમસ્કાર કરતી વખતે શ્રી જિનેશ્વર ભગવાનને ભાવ લાવીને નમસ્કાર કરવામાં આવે છે. માટે જુદા ન કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org