________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
૪૫૩ આવું કથન પણ અયોગ્ય છે. કારણકે “સિંહ, સિંહ” એવું નામ લીધાની સાથે જ શું સિંહ આવીને મારે છે? નહિ જ. તે પછી ભગવાનનું નામ લેવું પણ નિરર્થક કરશે.
વળી સિંહની મૂર્તિ મારતી નથી તેનું કારણ એ છે કે-મારવામાં સિંહને પિતાને પ્રયત્ન કરે પડે છે, મરનારને નહિ. ત્યારે ભગવાનની મૂર્તિથી કરવામાં મૂર્તિને કાંઈ પણ પ્રયત્ન કરવાનો હોતો નથી, પરંતુ તરનારને પ્રયત્ન કરવાનો હોય છે. મુક્તિ મેળવવા માટે વ્રત, નિયમ, તપશ્ચર્યા સમય આદિની આરાધના પુરુષને કરવી પડે છે પણ– પરમાત્માને નહિ.
પરમાત્માના પ્રયત્નથી જે તરવાનું હોત તો પરમાત્મા તો અનેક શુભ ક્રિયાઓ કરી ગયા છે છતાં તેનાથી બીજાઓ કેમ ન કર્યા ? પરંતુ તેમ બનતું નથી, એકે ખાધાથી જેમ બીજાની ભૂખ મટતી નથી તેમ ભગવાનના પ્રયત્ન માત્રથી ભક્ત વર્ગની મુક્તિ થતી નથી. ભક્ત વર્ગની મુક્તિ માટે તો ભક્તવર્ગ પોતે પ્રયત્ન કરે તે જ સિદ્ધિ થાય છે. છતાં ભગવાનની મૂર્તિને આલંબનથી જીવને તપ, નિયમ આદિકરવાને ઉલ્લાસ જરૂર થાય છે. અને તેથી આ “ભગવાનની મર્તિ તારે છે” એમ ઉપચારથી કહેવામાં કઈ પણ જાતની હરક્ત નથી.
પ્રશ્ન ૩–જડને ચેતનની ઉપમા આપી શકાય?
ઉત્તર–વસ્તુના ધર્મ અનંત છે. પ્રત્યેક ધર્મને આશ્રીને વસ્તુને જુદી જુદી અનંત ઉપમા આપી શકાય છે.
એક લાકડી ઉપર બાળક સ્વારી કરે ત્યારે લાકડી જડ હોવા છતાં તેને ચેતન એવા ઘેડાની ઉપમા અપાય છે. પુસ્તક અચેતન હોવા છતાં તેને જ્ઞાન કે વિદ્યાની ઉપમા અપાય છે. એ રીતે સમ્યગ જ્ઞાન તથા ધર્મ એ આત્મિક વસ્તુ હોવા છતાં તેને જડ એવા કલ્પવૃક્ષ અને ચિંતામણું રત્નની ઉપમા અપાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org