________________
૪૫૪
મૂળ જૈન ધર્મ અને
વસ્તુના અનંત ધર્મ આથી કોઈ પણ ધર્મ લઈ તેના વડે જે જે પ્રકારનું કાર્ય સાધી શકાય તે તે પ્રકારની ઉપમાઓ આપવાને વ્યવહાર જગપ્રસિદ્ધ છે. પરમાત્માની મૂર્તિથી પરમાત્માનું જ્ઞાન થાય છે તેથી તે મૂર્તિને પણ પરમાત્મા કહી શકાય છે.
પાંચસો રૂપીઆની હુંડી કે નેટને લોકો પાંચસે રૂપીઆ જ કહે છે. વાસ્તવિક રીતે જોતાં રૂપીઆ એ તો ચાંદીના કટકા છે. અને નેટ હુંડી એ તે કાગળ અને સાહસ્વરૂપ છે. પરંતુ બન્નેથી કામ એકસરખું થતું હોવાથી બન્નેને રૂપીઆ જ કહેવાય છે.
તેમ પરમાત્માની મૂતિ પણ પરમાત્માને બંધ કરાવનાર હોવાથી તેને પણ પરમાત્માની ઉપમા આપી શકાય છે.
પ્રશ્ન –અક્ષરાકારને જેવા માત્રથી જ્ઞાન થાય છે તેમ મૂતિને જેવા માત્રથી જ્ઞાન થતું કેમ દેખાતું નથી?
ઉત્તર-અક્ષરાકારને જોવા માત્રથી જ્ઞાન થાય છે એમ કહેવું એ બેટું છે, અક્ષરકારથી જ્ઞાન થવા પહેલાં શિક્ષકદ્વારા તે અક્ષરને ઓળખતાં શિખવું પડે છે. અક્ષરને ઓળખ્યા પછી જ વાંચતાં કે લખતાં શિખી શકાય છે.
તેમ—ગુરુ આદિક દ્વારા આ દેવાધિદેવ શ્રી વીતરાગદેવની મૂતિ છે. એમના અજ્ઞાન આદિ દષો નાશ પામ્યા છે. તેઓ અનંત ગુણેએ સહિત છે. દેવેન્દ્રોથી પણ પૂજિત છે. તો ઉપદેશ કરનારા છે. મોક્ષને પામેલા છે. સંસારસાગરથી તરી ગયેલા છે. સર્વજ્ઞ છે. સર્વદર્શી છે. દયાના સાગર છે. પરિસહ અને ઉપસર્ગોની ફજેને હઠાવનારા છે અને રાગાદિરહિત છે. એવું જેમ જેમ જ્ઞાન થતું જાય છે તેમ તેમ મૂર્તિનાં દર્શન આદિ કરતી વખતે તે તે ગુણોનું જ્ઞાન અને સ્મરણ દઢતર થતું જાય છે.
પ્રશ્ન પ–સ્ત્રીની મૂર્તિ જેવાથી પ્રત્યેકને કામવિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org