________________
૪૫ર.
મૂળ જૈન ધર્મ અને
જ પુત્ર પ્રાપ્ત થશે પણ બીજાને નહિ. તથા રોગી પુરુષના રંગની સ્થિતિ પરિપૂર્ણ થયેથી તે જ માણસ સાજે થશે પણ બીજે નહિ.
તેમ ભસ્મગ્રહના પ્રભાવથી જે મુનિવરોની પૂજાભક્તિ નહોતી થતી તેમની જ ભક્તિ પાછી ગ્રહ ઉતર્યાથી થશે પણ બીજની નહિ. એ સ્પષ્ટ અર્થ છોડી, મારી મચડીને છેટે અર્થ કરે તે સત્યને ઉતારી પાડવા બરાબર છે.
પ્રશ્ન ર–પત્થરની ગાયને દેહવાથી જેમ દૂધ આપે નહિ તેમ પત્થરની મૂર્તિ પૂજવાથી પણ શું કાર્ય સિદ્ધ થાય?
ઉત્તર–પ્રથમ વાત તો એ છે કે ગાયનું દષ્ટાંત અહીં લાગુ કરવું એ જ અઘટિત છે.
ગાય પાસેથી જેમ દૂધ લેવાનું હોય છે તેમ મૂર્તિ પાસેથી કાંઈ લેવાનું હોતું નથી. ગાય જેમ દૂધ આપે છે તેમ મૂર્તિ કાંઈ આપતી નથી.
પૂજક પોતે પોતાના આત્મામાં છુપાએલા વીતરાગતા આદિ ગુણોને મૂર્તિના આલંબનથી પ્રગટ કરે છે.
બીજી વાત એ છે કે–જેમ પત્થરની ગાય દૂધ આપતી નથી તેમ સાચી ગાય પણ, “હે ગાય! તું દૂધ દે”—એમ ઉચ્ચારણ કરવા માત્રથી દૂધ આપતી નથી. તે પછી સાક્ષાત પરમેશ્વરના નામથી કે જાપથી પણ કાર્ય સિદ્ધિ થવી જોઈએ નહિ. અને પરમાત્માનું નામ પણું લેવું જોઈએ નહિ.
જે શુભ ઉદ્દેશથી ઈશ્વરના નામનું સ્મરણ કરવામાં આવે છે તે જ શુભ ઉદ્દેશથી પરમાત્માની મૂર્તિની ઉપાસના કર્તવ્ય થઈ પડે છે. પરમાત્માનું નામ લેવાથી અંતઃકરણની વિશુદ્ધિ થાય છે તેમ પરમાત્માની મૂર્તિના દર્શન આદિથી પણ અંતઃકરણની વિશુદ્ધિ થાય જ છે.
એ જ રીતે કેટલાક કહે છે કે—જેમ સિંહની મૂર્તિ આવીને માસ્તી નથી તેમ ભગવાનની મૂર્તિ પણ આવીને તારતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org