________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
૪૫૧ ઉત્તર–ત્યારે શું ભસ્મગ્રહ ઉતર્યા પહેલાં સત્ય ધર્મ ન હતો ? તે વખતે વિચ્છેદ થઈ ગયાનું ક્યા સત્રમાં લખ્યું છે ? શ્રી ભગવતી સૂત્રના વશમા શતકના આઠમા ઉદ્દેશામાં ભગવાને ફરમાવ્યું છે કે –
- “હે ગૌતમ ! આ બૂદીપના ભરતખંડને વિષે આ અવસર્પિણ કાળમાં મારૂં શાસન ૨૧૦૦૦ એકવીશ હજાર વર્ષ પર્યત ચાલશે.”
આ સૂત્રપાઠમાં વિચ્છેદ થવાનું કે પુનરુદ્ધાર થવાનું કાંઈ નામનિશાન પણ નથી. ઊલટું, એકસરખું ચાલવાનું કહ્યું છે.
વળી શ્રી કલ્પસૂત્રમાં કહ્યું છે કે
“શ્રી વીર પ્રભુના નિર્વાણ બાદ બે હજાર વર્ષની સ્થિતિવાળે ભસ્મગ્રહ પ્રભુના જન્મનક્ષત્ર પર બેસશે. તેથી તે દરમ્યાન સાધુ સાધ્વીની ઉદય ઉદય પૂજા નહિ થાય. પણ ભસ્મગ્રહ ઉતર્યા બાદ સાધુ સાધ્વીની ઉદય ઉદય પૂજા થશે.”
ગ્રહના જેરથી જેમની પૂજા નહિ થતી હોય તેમની જ પૂજાને ઉત્તર્યા પછી વિશેષ પ્રકારે થશે, તેથી બીજાને શું લાગે વળગે ?
એ મુજબ, શ્રી આનંદવિમળ સૂરિ, શ્રી હેમ વિમળ સૂરિ, શ્રી વિજયદાન સૂરિ, શ્રી વિજયહીર સૂરિ, જિનચંદ્ર સૂરિ વગેરે આચાર્યોએ ક્રિયા ઉદ્ધાર કર્યા ત્યારથી ત્યાગી શુદ્ધ સાધુની માન્યતા અને પૂજ્યતા લોકોમાં દિવસે દિવસે વિસ્તરવા તથા વધવા લાગી, એ પ્રત્યક્ષ દેખાય છે.
શ્રી કલ્પસૂત્રમાં એમ તે કહ્યું નથી કે–ભસ્મગ્રહની સ્થિતિવાળા બે હજાર વર્ષ સુધી દયામય ધર્મને લોપ થઈ જશે. લેક હિંસાધર્મના કુરસ્તે ચડશે તથા તે ગ્રહ ઉતર્યા બાદ અમુક આચાર્ય ફરી દયામય ધર્મને પુનરુદ્ધાર કરશે. તેથી તેમની ઉદય ઉદય પૂજા થશે અને દયાની વૃદ્ધિ થશે.
જેમ કોઈ એક સ્ત્રીને ગર્ભ રહ્યો હોય તે પૂરા દિન થયેથી તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org