________________
:હાલના સંપ્રદાયે પ્ર. ૨૩
૪૧૭
જેને ભાવ નિક્ષેપે વંદનીય નથી તેના ચારે નિક્ષેપ વંદનીય નથી એ સિદ્ધ થાય છે.
શ્રી આનંદ શ્રાવકની પ્રતિજ્ઞાને પાઠ નીચે પ્રમાણે છે –
णो खलु मे भन्ते कम्पई अज्जप्पभिइणं अन्नउत्थिया वा अन्नउस्थिय देवयाणि वा अन्नउत्थिए पहिग्गहियाहं अरिहंत चेइयाई वा वंदित्तए वा नमंसित्तए. ' અર્થ–હે ભગવન ! મારે આજથી અન્ય તીર્થો, અન્ય તીથકના દેવ (હરિ હર આદિ) તથા અન્ય તીથ કોએ ગ્રહણ કરેલા અરિહંતના ચો (જિન પ્રતિમાઓ)ને વંદન નમસ્કાર કરવા કલ્પ નહિ.
અહીં અન્ય તીથીના દેવ ગુરુનો નિષેધ થતાં જૈન ધર્મને દેવ ગુરુ સ્વમેય વંદનીય કરે છે. કારણ કે–
કોઈ કુતર્ક કરે તે તેને પૂછવાનું કે–આનંદ શ્રાવકે અન્ય દેવને ચારે નિક્ષેપે વંદના ત્યાગી કે માત્ર ભાવ નિક્ષેપે!
જે કહેશે કે–અન્ય દેવના ચારે નિક્ષેપાને નિષેધ કર્યો છે.
તે તેથી સ્વત: સિદ્ધ થયું કે અરિહંતના ચારે નિક્ષેપ શ્રાવકને વંદનીય છે.
જે અન્ય દેવના ભાવ નિક્ષેપાને જ નિષેધ કરવાનું કહેશો તો તે દેવના બાકીના ત્રણ નિક્ષેપા એટલે અન્ય દેવને મૂર્તિ નામ વગેરે આનંદ શ્રાવકને વંદનીય રહેશે. અને તેમ કરવાથી વ્રતધારી શ્રાવકને દૂષણ લાગે જ.
તથા અન્ય દેવ, હરિહર આદિ કોઈ આનંદ શ્રાવકના વખતની સાક્ષાત વિદ્યમાન હતા નહિ પણ તેમની મૂર્તિઓ હતી. તો બતાવો કે આણંદ શ્રાવકે કોને નિષેધ કર્યો ?
જે કહેશે કે અન્ય દેવની મૂર્તિને
તે પછી અરહિંત મૂર્તિ સ્વત: સિદ્ધ થઈ. ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org