________________
૪૧૮
મૂળ જૈન ધર્મ અને
આ પાઠમાં ચૈત્ય શબ્દનો અર્થ “સાધુ” કરીને કેટલાક લોકો ઉત્સુત્ર ભાષણ કરે છે, તેમને પૂછવાનું કે–સાધુને અન્ય તીથી ગ્રહણ શી રીતે કરે ?
જે જૈન સાધુને અન્ય દર્શનીએ ગ્રહણ કર્યો એટલે તેને ગુરુ કરીને માન્યો તો પછી તે સાધુ અન્ય દર્શની થઈ ગયું. પછી તે જૈન સાધુ કોઈ પ્રકારે ન ગણાય. જેમ શુકદેવ સંન્યાસીએ થાવસ્ત્રાપુત્ર પાસે દીક્ષા લીધી. તેથી તે જૈન સાધુ કહેવાયા. પણ જૈન પરિગ્રહિત સંન્યાસી કહેવાયા નહિ. તેમ સાધુ પણ અન્યતીથ–પરિગ્રહિત ન કહેવાય.
માટે ચૈત્ય શબ્દનો અર્થ સાધુ કર એ સર્વથા વિરુદ્ધ છે.
તર્ક શંકા-ચિત્ય શબ્દનો અર્થ પ્રતિમા કરે છે તે પાઠમાં આનંદ શ્રાવકે કહ્યું છે કે–અન્ય તીથકને અન્ય તીર્થકોના દેવને તથા અન્ય તીથકોએ ગ્રહણ કરેલ જિનપ્રતિમાને વાંદુ નહિ, બેલાવું નહિ, દાન દઉં નહિ ઇત્યાદિ. તો પ્રતિમા સાથે બેલવાનું, દાન દેવાનું કેમ સંભવે ?
સમાધાન-સૂત્રને ગંભીર અર્થ ગુરુગમ વગર સમજમાં આવે મુશ્કેલ છે. સૂત્રની શૈલી એવી છે કે–શબ્દને જેની જેની સાથે સંબંધ સંવે તેની સાથે જોડીને તેનો અર્થ કરે, નહિ તે અનર્થ થઈ જાય.
તેથી બેલવાનો તથા ધન દેવાને નિષેધ અન્ય દર્શની ગુરુ આશ્રયી જાણ અને વાંદરાને નિષેધ પ્રતિમા આશ્રયી સમજવા,
અથવા ત્રણે પાકની અપેક્ષા સાથે લેશે તે તમારા કરેલા અર્થ પ્રમાણે આનંદ શ્રાવકનું કહેવું મળશે નહિ. કારણ કે–હરિહર આદિ અન્ય દેવ કોઈ સાક્ષાત વિદ્યમાન તે વખતે હતા નહિ પણ તેમની મૂર્તિઓ હતી. તેમની સાથે બોલવાને તથા દાન દેવાને અર્થ તમારા હિસાબે શી રીતે બેસશે?
– લેખકના પ્રતિભા પૂજન પુસ્તકમાંથી સાભાર ઉદ્ધત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org