________________
४०६
મૂળ જૈન ધર્મ અને શ્રી પાંડવ ચરિત્રમાં પણ કહ્યું છે કેન્દ્રોણાચાર્યની પ્રતિમા સ્થાપન કરી તેની પાસેથી લવ્ય નામના ભીલે અર્જુનના જેવી ધનુષ્યવિધા સિદ્ધ કરી હતી.
ઉપરનાં કેટલાંક દષ્ટોતે એવાં છે કે તેમાં શરીરને આકાર પણ સરખે રહેતા નથી. એવી નિર્જીવ વસ્તુઓથી પણ સંતોષને અનુભવ મળતે દેખી શકાય છે તે પછી સાક્ષાત પરમાત્માના સ્વરૂપને બંધ કરાવનારી મૂર્તિ, પૂર્ણાનંદ જે મેક્ષ તેને હેતુ કેમ ન થાય ?
શાંત મુદ્રાવાળી શ્રી વીતરાગ પરમાત્માની પ્રતિમાની, તેમના નામ ગ્રહણપૂર્વકની પૂજા, જ્ઞાનવાન પ્રભુને વહેલા મેડા અવશ્ય પ્રાપ્ત કરાવી આપે છે.
જે વસ્તુના ભાવ નિક્ષેપા ઉપર મનુષ્યોને સંપૂર્ણ આદર હોય છે તેનાં નામ, સ્થાપના તથા ગુણગ્રામના સ્મરણ, દર્શન કે શ્રવણથી જરૂર તે તે વસ્તુ પરના પ્રેમ અને આદરની વૃદ્ધિ થાય છે. જેના ભાવ ઉપર પ્યાર છે તેના નામ, મૂર્તિ કે ગુણને માન આપ્યાથી તે સાક્ષાત વસ્તુને જ માન અને આદર આખ્યાને અનુભવ થાય છે.
કોઈ શ્રીમત પિતાએ પરદેશથી પિતાના પુત્રને પત્ર દ્વારા સૂચના કરી કે–“ અમુક પુરુષને પાંચ હજાર રૂપિયા આપજે.”
હવે તે પુત્ર તે પત્રને પિતાના સાક્ષાત હુકમ રૂ૫ માનીને તેને અમલ કરે કે નહિ?
જે અમલ કરે એમ કહેશે તે તે હુકમ કાગળમાં સ્થાપના રૂપ હોવાથી સ્થાપના માન્ય રાખવા લાયક સિદ્ધ થઈ ગઈ જે કહેશે કે “કાગળ માત્રથી અમલ ન કર ” તે તેમ કરનાર પુત્રે પિતાની આજ્ઞાનું પાલન કર્યું ગણાશે કે ઉલ્લંઘન કર્યું ગણાશે ? પાલન નહિ પણ અવશ્ય ઉલ્લંઘન કર્યું ગણાશે.
એ ન્યાયે શ્રી તીર્થંકર-ગણધર-પ્રણીત સૂત્રોમાં પ્રતિપાદન કરેલ સ્થાપના નિક્ષેપાને માન્ય રાખનાર ખુદ ભગવાનને જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org