________________
હાલના સ ંપ્રદાય પ્ર. ૨૩
૪૦૫
ઉપકાર અને ગુણાનુ સ્મરણ થઈ આવે છે અને હૃદય પ્રેમથી પ્રઝુલ્લિત બને છે.
૫. કાકશાસ્ત્રનાં સ્ત્રીપુરુષનાં વિષય સેવનનાં ચેરાશી આસને આદિન જોવાથી કામીજનાને તત્કાળ કામવિકાર ઉત્પન્ન થાય છે.
૬. યેાગાસનની વિચિત્ર આકારની સ્થાપનાએ જોવાથી યાગી પુરુષાની મતિ યાગાભ્યાસમાં પ્રેમ ધારણ કરનારી થાય છે.
૭. ભૂંગાળના અભ્યાસીઓને નકશા વગેરે જોવાથી લેાકમાં રહેલ અનેક વસ્તુઓનુ જ્ઞાન સહેલાઈથી થઇ શકે છે.
૮. શાસ્ત્રા સબંધી અક્ષરાની સ્થાપનાથી, તે જોનાર મનુષ્યને તમામ શાસ્ત્રોનું જ્ઞાન પણ થાય છે.
૯. ક્ષેત્રમાં પુરુષાની આકૃતિ ઉભી કરવાથી તે આકૃતિ નિર્જીવ હાવા છતાં તેનાથી ક્ષેત્રની રક્ષા સારી રીતે થઇ શકે છે.
૧૦, લેાકામાં કહેવાય છે કે—અશાકવૃક્ષની છાયા ચિતાને દૂર કરે છે, ચંડાળ પુરુષની કે ઋતુવતી સ્ત્રીઓની છાયા અશુભ અસર નિપજાવે છે. અને ગર્ભવતી સ્ત્રીની છાયાનું ઉલ્લંધન કરવાથી ભાગી પુરુષના પુરુષાય ક્ષય પામે છે. વિગેરે
૧૧ સતી સ્ત્રીને પતિ પરદેશ ગયા હોય ત્યારે તે સ્ત્રી પેાતાના પતિની છબીનુ રાજ દર્શન કરી સતેષ પામે છે.
શ્રી રામચંદ્રજી વનવાસ ગયા ત્યારે તેમના ભાઈ ભરત રાજા રામની પાદુકાની રામ પ્રમાણે પૂજા કરતા હતા.
સીતાજી પણ રામની આંગળીની મુદ્રિકાનું આલિંગન કરી સાક્ષાત રામને મળ્યા જેટલે આનંદ અનુભવતા હતા.
રામચંદ્રજી પણ હનુમાને લાવેલા સીતાના અલકારને દેખાવથી અત્યંત સુખને પામ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org