________________
४०४
મૂળ જૈન ધર્મ અને
જિનપ્રતિમા, એ તે શ્રી જિનેશ્વર દેવેની સદભૂત સ્થાપના તેને માન્યા વિના કેમ ચાલે ?
વળી ખાંડનાં રમકડાં જેવા કે-હાથી, ઘેડા, કૂતરા, બિલાડા, ગાય, મનુષ્ય વગેરે ખાવાથી પંચેન્દ્રિયની હત્યા કર્યાનું પાપ લાગે એમ સૌ કોઈ દયા-ધર્મને સમજનાર માને છે. તે બધી જ વસ્તુઓ નિર્જીવ છે. તે પણ તેમાં જીવપણાની સ્થાપના હેવાથી જ ખાવાને નિષેધ કરવામાં આવે છે. તે સિવાય બીજુ કોઈપણ કારણ જણાતું નથી.
વળી ભીંત ઉપર ચીતરેલી સ્ત્રીની આકૃતિ વિકારને હેતુ હેવાથી સાધુએ ન જેવી જોઈએ એ જે નિષેધ કરવામાં આવ્યા છે તે પણ નિર્જીવ વસ્તુ અસર કરનારી છે એમ શું નથી જણાવો? નિઈવ સ્થાપનાની જબર અસર
જણાવતા દષ્ટાંતે સ્થાપના નિર્જીવ હોવા છતાં તેની કેટલી જમ્બર અસર થાય છે તે જાણવા માટે નીચેના દષ્ટાંતે જગજાહેર છે. ૧. પતિવ્રતા સ્ત્રી પોતાના પ્રાણેશની છબીને જોતાંની સાથે અત્યંત
હર્ષને જ પામે છે. પરંતુ કદીપણ ઠેષને પામતી જણાતી નથી. પ્રજાવત્સલ રાજાઓના બાવલાને જોવાથી વફાદાર રૈયત નારાજ ન થતાં પ્રસન્ન જ થાય છે. અને એ જ કારણે એવા રાજા મહારાજાઓના તથા મહાન પરાક્રમી પુરુષનાં બાવલાએ તેમના
સ્મરણાર્થે ઉભાં કરેલાં સ્થાને નજરે પડે છે. ૩. પરદેશવાસીઓ પોતાના સ્વજન આદિકના હસ્તાક્ષરના પત્રને
જેવાથી પણ સ્વહિતષિઓ મળ્યા જેટલે સંતોષ અનુભવે છે. ૪. પિતાના વડીલો તથા ઈષ્ટ મિત્રોની છબી જોતાં જ તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org