________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૩
૪૦૭
આદર કરનારે અને માન્ય નહિ રાખનાર ખુદ ભગવાનનું જ અપમાન કરનાર બને એમાં લેશમાત્ર આશ્ચર્ય નથી.
પિતાના વડીલની છબીઓ, ફોટાઓ, પેઇન્ટીંગે વડીલના આબેહુબ સ્વરૂપને બોધ કરાવનાર હોવાથી તેમના ભાવ નિક્ષેપા તરફ આકર્ષણ કરાવે તેમાં નવાઈ નથી. પણ વડીલના આબેહુબ સ્વરૂપને બંધ નહિ કરાવનાર એવા તેમનાં વસ્ત્ર, આભૂષણ અને પિપાક વગેરે દેખવાથી પણ તેમનાં ગુણ સાંભરી આવે છે.
જે અવરૂપ સ્થાપના નિક્ષેપો સર્વથા નિરર્થક હેત તે પૂર્વોકત કાર્યોમાં જે પ્રકારના જુદા જુદા ભાવ આવે છે તે ન આવવા જોઈએ.
આ ઉપરથી વિચારવું જોઈએ કે–પરમ પૂજનીય, પરમ ઉપકારી, આરાધ્યતમ, અનંત જ્ઞાની, દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવાનની શાંત નિર્વિકાર અને ધ્યાનરૂઢ ભવ્ય મૂર્તિના દર્શનથી શ્રી વીતરાગ દેવના ગુણનું સ્મરણ કેમ ન થય? તથા તેમની તે મૂર્તિને માન આપ્યાથી. ખુદ તેઓને વિનય કર્યો એમ કેમ ન કહેવાય ? અવશ્ય કહેવાય.
એટલું જ નહિ પણ તેમની મૂર્તિનાં વારંવાર દર્શન, પૂજન અને સેવનથી તેમના ભાવ નિક્ષેપ ઉપરને આદર અને પ્રેમ દિવસે દિવસે અધિકને અધિક અવશ્ય વધતો જાય.
જે વસ્તુના ભાવ નિક્ષેપ ઉપર પ્રેમ હોય છે તેની સ્થાપના આદિ ઉપર પણ પ્રેમ આવે છે. અને જેના ભાવ નિક્ષેપ ઉપર દ્વેષ હેય તેના નામ સ્થાપના વગેરે ચારે નિક્ષેપા ઉપર શ્રેષ-બુદ્ધિ પણ આવે જ છે. કેમકે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org